Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Outbreak: લૉકડાઉન ઉઠાવતાં ચીનમાં નોંધાયા નવા કેસિઝ

Coronavirus Outbreak: લૉકડાઉન ઉઠાવતાં ચીનમાં નોંધાયા નવા કેસિઝ

13 April, 2020 03:04 PM IST | Beijing
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Outbreak: લૉકડાઉન ઉઠાવતાં ચીનમાં નોંધાયા નવા કેસિઝ

બેઇજિંગમાં સત્તાધિશોને ચિંતા પેઠી છે કે આ બીજા વેવનાં સંકેત ન હોવા જોઇએ.

બેઇજિંગમાં સત્તાધિશોને ચિંતા પેઠી છે કે આ બીજા વેવનાં સંકેત ન હોવા જોઇએ.


ચીનનાં વુહાનમાં 76 દિવસ પછી લૉકડાઉન ઉઠાવવામાં આવ્યું અને હવે ચીનમાં કોરોના વાઇરસનાં નવા કેસિઝ નોંધાવા માંડ્યા. રવિવારે ચીનમાં કોરોનાનાં 108 કેસિઝ નોંધાયા જે ગયા 6 અઠવાડિયાનાં સૌથી વધુ કેસિઝ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાઇરસનાં હુમાલનો બીજો રાઉન્ડ હોઇ શકે છે. 5મી માર્ચે ચીનમાં કોરોનાનાં એક સાથે 100થી વધુ કેસિઝ નોંધાયા હતા અને પછી રેકોર્ડ બ્રેકિંગ કેસ લૉકડાઉન ઉઠાવતાં જ નોંધાયા.

ફેબ્રુઆરીનાં અંતમાં ચીને વાઇરસનાં ફેલાવા પર કાબુ મેળવ્યો અને જલદી જ બાકીનાં વિશ્વમાં વાઇરસનો ફેલાવો થવા માંડ્યો.ચીનમાં પહેલાં તો રોજનાં 60 જેટલા કેસિઝ બહાર આવતા પણ સમયાંતરે સ્થિતિ કાબુમાં આવી. જો કે વાઇરસનાં એપી સેન્ટર ગણાતા વુહાન પરથી લૉકડાઉન હટાવ્યું ત્યાં તો સેકન્ડ વેવનાં લક્ષણ દેખાવા માંડ્યા. નેશનલ કમિશન ઑફ ચીનની માહિતી અનુસાર વિદેશોથી ચેપ લાવનારા લોકોની કુલ સંખ્યા 1,378 છે અને સ્થાનિક ચેપના 10 કેસની સાથે, લક્ષણો વગર ચેપ લાગતા લોકોની સંખ્યા 1,064 છે. એનએચસી મુજબ, સ્થાનિક ચેપના 10 કેસોમાંથી સાત હિલોંગજિયાંગ પ્રાંતમાં અને ત્રણ ગુઆંગડોંગ પ્રાંતના છે. ઉત્તર પૂર્વ ચીનના હિલોંગજિયાંગ પ્રાંતમાંથી 56 નવા કેસ નોંધાયા છે. આ પ્રાંત રશિયાની સરહદે છે. હાલમાં ચીને આ સરહદ પરથી આવતા તમામ લોકોને 28 દિવસ માટે એકલતામાં રહેવાનો હુકમ ફરમાવ્યો છે.બેઇજિંગમાં સત્તાધિશોને ચિંતા પેઠી છે કે આ પરિસ્થિતિ બીજા વેવનાં સંકેત ન હોવા જોઇએ.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2020 03:04 PM IST | Beijing | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK