Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વમાં વાઇરસથી સંક્રમિત લોકો અમેરિકામાં સૌથી વધુ 83,000

વિશ્વમાં વાઇરસથી સંક્રમિત લોકો અમેરિકામાં સૌથી વધુ 83,000

28 March, 2020 02:51 PM IST | Washington
Agencies

વિશ્વમાં વાઇરસથી સંક્રમિત લોકો અમેરિકામાં સૌથી વધુ 83,000

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિશ્વના ૧૯૯ દેશો કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયા છે, જેને પગલે ૨૦૦ કરોડો લોકો ઘરમાં બંધ છે. બે ડઝનથી વધારે દેશોમાં સંપૂર્ણ લૉકડાઉન છે, જેને પગલે વૈશ્વિક અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ત્યારે મહાસત્તા ગણાતું અમેરિકા કોરોનાના કેસને પગલે ચીન અને ઇટલીને પછાડીને આગળ વધી ગયું છે. અમેરિકામાં ૪૮થી પણ ઓછા કલાકમાં ૧૭,૦૦૦થી વધુ કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. અમેરિકાનો આંકડો ચિંતાજનક છે. ઇટલી પ્રથમ નંબરથી કેમ ત્રીજા નંબરે આવી ગયું? પ્રથમ નંબરે રહેલું ચીન કેમ બીજા નંબરે આવી ગયું?

અમેરિકામાં હાલમાં કોરોનાના દરદીઓનો આંક કુલ ૮૫,૪૩૫એ પહોંચ્યો છે, જ્યારે ૧૩૦૦ લોકોનાં મોત નીપજ્યાં છે; તો ૮૨,૨૭૨ ઍક્ટિવ કેસ છે ત્યારે આ બાબત ગંભીરતા ન દાખવનાર અમેરિકાએ પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી છે એટલે ઇમર્જન્સીની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફેડરલ ફન્ડમાં ૫૦ અબજ ડૉલરની જાહેરાત થઈ ચૂકી છે તેમ જ હવે તેમણે ટેસ્ટની કામગીરી ઝડપી કરી છે. અત્યાર સુધી અમેરિકાએ કોરોના વાઇરસને રોકવા બહુ ધીમી ગતિએ કામ કર્યું હતું.



અમેરિકામાં ૨૪ કલાકમાં કોરોના વાઇરસના ૧૭,૦૦૦ કરતાં વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ અમેરિકા ત્રીજા નંબર પરથી પહેલા નંબરે આવી ગયું છે. ૩થી ૪ દિવસમાં અમેરિકામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૪ માર્ચે અમેરિકામાં માત્ર ૧૪,૩૨૧ કેસ નોંધાયા હતા. એણે પોતાનાં બે સિટી લૉકડાઉન કર્યાં હતાં. આજે અમેરિકાની બેદરકારીને લીધે વિશ્વના સૌથી વધારે કોરોનાના દરદીઓ અમેરિકામાં છે.


અમેરિકામાં ૨૪ કલાક પહેલાં ૬૦,૬૫૩ જેટલા કેસ હતા, જેમાં રાતોરાત અધધધ વધારો થયો છે. ૧૭,૦૦૦થી પણ વધુ કેસ નોંધાતાં અમેરિકામાં હાલમાં કોરોનાના દરદીઓનો આંક ૮૫,૪૩૫ ઉપર પહોંચ્યો છે, જ્યારે ૧૨૯૫ લોકોનાં મોત થયાં છે અને ૮૨,૨૭૨ ઍક્ટિવ કેસ છે. એની સરખામણીએ ૧૮૬૮ લોકો સાજા થયા છે. પ્રથમ નંબરે રહેલી ઇટલીની વાત કરીએ તો ઇટલીમાં કુલ ૮૦,૫૮૯ કેસ નોંધાયા છે અને એમાંથી ૮૨૧૫નાં મોત નીપજ્યાં છે. જ્યારે અહીં ૬૨,૦૧૩ ઍક્ટિવ કેસ છે. એની સરખામણીએ ૧૦,૩૬૧ લોકો સાજા થયા છે. પ્રથમ નંબરે રહેલું ઇટલી આજે ત્રીજા નંબરે છે. જ્યારે એપિસેન્ટર ગણાતું ચીન બીજા નંબરે છે. ચીનનો આંક જોઈએ તો ૮૧,૩૪૦ ઍક્ટિવ કેસ છે.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2020 02:51 PM IST | Washington | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK