કોરોના વાઇરસ સામે અમેરિકા બેબસઃ 8400 લોકોનાં મોત

Published: 6th April, 2020 13:30 IST | Agencies | Washington

ન્યુ યૉર્કમાં ૨૪ કલાકમાં ૬૩૦નાં મોત

હાશ : ન્યુ યૉર્કનીએલ્મહર્સ્ટ હોસ્પિટલ સેન્ટરમાંથી બહાર આવ્યા બાદ ડૉક્ટરે જાણે રાહતનો શ્વાસ ખેંચ્યો હતો. તસવીર : એ.પી.-પી.ટી.આઈ.
હાશ : ન્યુ યૉર્કનીએલ્મહર્સ્ટ હોસ્પિટલ સેન્ટરમાંથી બહાર આવ્યા બાદ ડૉક્ટરે જાણે રાહતનો શ્વાસ ખેંચ્યો હતો. તસવીર : એ.પી.-પી.ટી.આઈ.

દુનિયાભરમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા ૧૨ લાખ થઈ ગઈ છે. ૬૪ હજાર ૬૯૧ લોકોનાં મોત થયાં છે. ત્યાં જ ૨ લાખ ૪૬ હજાર દરદીઓ સ્વસ્થ પણ થઈ ગયા છે. સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં અત્યાર સુધી ૮૪૦૦ લોકોનાં મોત થઈ ગયાં છે. અહીં સંક્રમણના ૩ લાખથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાનું એપિસેન્ટર માનવામાં આવતા ન્યુ યૉર્કમાં ૨૪ કલાકમાં ૬૩૦ લોકોનાં મોત થયાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે કે આગામી બે અઠવાડિયામાં અનેક લોકોનાં મોત થઈ શકે છે.

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે શનિવારે જણાવ્યું કે ૧૨ હજારથી વધુ લોકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. શનિવારે વાઈટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે શનિવારે દેશમાં લગભગ ૩૪ હજાર નવા કેસ સામે આવ્યા છે.

ઇટલીમાં કોરોના વાઇરસના અત્યાર સુધી ૧,૨૪,૬૩૨ કેસ નોંધાયા છે. જ્યારે ૧૫,૩૬૦થી વધુ લોકોનાં મોત થયાં છે. ઇટલીમાં વીતેલા ૨૪ કલાકમાં ૬૮૧ લોકોનાં મોત થયાં છે. નાગરિક સુરક્ષા વિભાગના એન્જેલ બોરેલીએ જણાવ્યું હતું કે શુક્રવારની તુલનામાં કોરોના વાઇરસના ૨૮૮૬ નવા કેસ સામે આવ્યા છે. ૨૯,૦૧૦ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોરોના સામે જંગ, સિંગાપોરમાં એક મહિના માટે લૉકડાઉનની જાહેરાત

કોરોના વાઇરસના વધતા જતા કેસોના કારણે સિંગાપોરે લૉકડાઉનની જાહેરાત કરી છે. સિંગાપોર સરકારે ૧ મહિના મા
ટે લૉકડાઉનનું એલાન કર્યું છે. સિંગાપોરના વડા પ્રધાન લી સિયેન લૂંગે લૉકડાઉનનું એલાન કરતાં તમામ લોકોને તેનું પાલન કરવાની અપીલ કરી છે.

જણાવી દઈએ કે સિંગાપોરમાં કોરોના વાઇરસના કારણે અત્યાર સુધીમાં ૫ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે જ્યારે ૧૧૧૪ લોકો કોરોના પૉઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. સિંગાપોરમાં તાજેતરમાં જ વિદેશથી આવેલા ૨૪ લોકોનો ટેસ્ટ કોરોના પૉઝિટિવ આવ્યો હતો જેમાં ૩ ભારતીય હતા, જેમની ટ્રાવેલ હિસ્ટ્રી ભારતની સામે આવી હતી.

કોરોના વાઇરસ સામે લડવા માટે સિંગાપોર શરૂઆતથી જ વિશ્વ સમક્ષ એક મૉડેલ દેશ તરીકે સામે આવ્યું હતું, પરંતુ ત્યાં પણ જીવલેણ વાઇરસે સ્થિતિ ઝડપથી બદલી નાખી.

સ્પેનમાં કોરોનાએ તબાહી મચાવીઃ મૃત્યુ આંક ૧૨ હજારની નજીક

ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલા કોરોના વાઇરસે દુનિયાભરમાં પોતાનો કેર વરસાવ્યો છે ત્યારે સ્પેનમાં પણ કોરોના વાઇરસના કુલ ૧ લાખ ૨૬ હજાર જેટલા કેસ નોંધાયા છે. આ દેશમાં પરિસ્થિતિ એટલી વીકટ બની ગઈ છે કે અહીં હાલ ૧૧,૯૪૭ લોકોનાં મોત પણ થઈ ચૂક્યાં છે. જોકે ૩૪ હજાર ૨૧૯ લોકો સાજા પણ થયા છે.

જણાવી દઈએ કે સ્પેનમાં દિવસે-દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ સ્પેનની સરકારે લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળવાની પણ ના પાડી છે. દુનિયામાં ઇટલી અને અમેરિકા બાદ સ્પેનમાં જ સૌથી વધારે લોકોનાં મોત થયા છે, જેથી સ્પેનને પણ હાલપૂરતું લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે.

સ્પેનમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૬,૧૬૮ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે અને ૧૧,૯૪૭ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જેથી સ્પેનના નાગરિકોમાં પણ ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. જોકે ૩૪,૨૧૯ લોકો કોરોના વાઇરસથી સાજા પણ થયા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK