Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Outbreak: ગુજરાતમાં એક જ દિવસાં 55 નવા કેસ, 50 અમદાવાદમાં

Coronavirus Outbreak: ગુજરાતમાં એક જ દિવસાં 55 નવા કેસ, 50 અમદાવાદમાં

09 April, 2020 02:35 PM IST | Gandhinagar\Ahmedabad
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Outbreak: ગુજરાતમાં એક જ દિવસાં 55 નવા કેસ, 50 અમદાવાદમાં

આરોગ્ય સચીવ જયંતી રવી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા

આરોગ્ય સચીવ જયંતી રવી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા


9 એપ્રિલના કોરોના વાયરસના નવા કેસ વિશે ગુજરાત રાજ્યનાં આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી કે, ગુજરાતમાં કુલ નવા 55 કેસિઝ છે. આ સાથે ગુજરાતમાં કોરોનોના કેસિઝ આંકડો 241 પર પહોંચી ગયો છે. જેમાંથી 50 માત્ર અમદાવાદના જ છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 133 પર પહોંચ્યો છે. નવા કેસ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના છે. સર્વેલન્સ કરવાના કારણે આ કેસિઝ સીધા બહાર આવ્યા છે. કોઈ ચિંતાજનક બાબત નથી. હોટ સ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ કરતા આ કેસિઝ બહાર આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે, હોટસ્પોટમાં હજુ પણ વધુ કેસિઝ નીકળશે. અમદાવાદના વધી રહેલા કેસ અંગે તેમણે જણાવ્યું કે, દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર આ ત્રણ વિસ્તારમાં સૌથી વધુ કેસિઝ 50 આવ્યા છે.. નિઝામુદ્દીનની ઘટના પછી હોટસ્પોટનું નિર્માણ કરવાની ફરજ પડી છે અને અહીંથી ડિટેક્ટ થયેલા દર્દીઓ નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપીને આવેલા છે.

ગુજરાતની સ્થિતિ



 કુલ 241 કેસમાંથી 33 વિદેશ પ્રવાસના છે. તો 32 જેટલા કેસ આંતરરાજ્ય પ્રવાસ હિસ્ટ્રીના છે. એક કેસમાં 48 વર્ષીય અમદાવાદના દર્દીનું મોત નિપજ્યું છે. તો અમદાવાદ ગ્રામ્યમાંથી એક પુરુષ દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યાં 155 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 26 જેટલા લોકોને કુલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


અમદાવાદ શહેર કમિશનર શું કહે છે?

અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે કોરોના પોઝિટિવ કેસિઝને સામેથી શોધવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રણનીતિની માહિતી આપતાં જણાવ્યું હતું કે,”હજુ શહેરમાંથી 1000થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે 100, 200 જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. જોકે, ગત દિવસોમાં કરાયેલ સરવે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. 982 આરોગ્યની ટીમોમાં 1900 કર્મચારીઓ અને 74 UHCના સ્ટાફની મદદથી કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં ઘરે ઘરે તપાસ કરી રહ્યા છીએ. તાવ, શરદી અને શ્વાસ લેવાની તકલીફ હશે તો સેમ્પલ લેવામાં આવશે.”


 

Whatsapp-channel Whatsapp-channel

09 April, 2020 02:35 PM IST | Gandhinagar\Ahmedabad | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK