Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : બે હૉસ્પિટલોએ ના પાડતાં આખરે રિક્ષામાં જ થઈ મહિલાની ડિલિવરી

મુંબઈ : બે હૉસ્પિટલોએ ના પાડતાં આખરે રિક્ષામાં જ થઈ મહિલાની ડિલિવરી

14 May, 2020 09:02 AM IST | Mumbai
Ashish Rane, Pallavi Smart

મુંબઈ : બે હૉસ્પિટલોએ ના પાડતાં આખરે રિક્ષામાં જ થઈ મહિલાની ડિલિવરી

રિક્ષામાં જ સંગીતા પાલની થઈ પ્રસૂતિ : એની સાથે સરસ્વતી વાઘમારે(સાડીમાં) અને જોગેશ્વરી ઈસ્ટમાં આવેલી સાવંત નર્સિંગ હોમની નર્સ નીતા લાહરે, તસવીર : રાણે આશિષ

રિક્ષામાં જ સંગીતા પાલની થઈ પ્રસૂતિ : એની સાથે સરસ્વતી વાઘમારે(સાડીમાં) અને જોગેશ્વરી ઈસ્ટમાં આવેલી સાવંત નર્સિંગ હોમની નર્સ નીતા લાહરે, તસવીર : રાણે આશિષ


કોરોના મહામારી અને તેની સાથે સંકળાયેલા ભયના માહોલને પગલે મલાડની એક ગર્ભવતી મહિલાને દાખલ કરવાનો બે હૉસ્પિટલોએ નનૈયો ભણી દીધો, ત્યાર બાદ મહિલાએ બુધવારે પરોઢિયે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક રિક્ષામાં બાળકને જન્મ આપ્યો હતો. આખરે ૨૯ વર્ષની સંગીતા પાલને તેની નવજાત બાળકી સાથે અંધેરીની સાવંત હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. પાલના પાડોશી તથા નર્સ સુરેખા પવારની મદદથી બાળકીનો જન્મ થયો હતો. બાળકીની ગર્ભ નાળ ખાનગી હૉસ્પિટલના સ્ટાફ દ્વારા કાપવામાં આવી હતી અને માતા અને શિશુ બન્નેની સ્થિતિ હાલ સ્થિર છે.

પાલ દંપતીની આ ઉચાટભરી સફરની શરૂઆત મધરાતે ૧૨.૩૦ વાગ્યે થઈ હતી, જ્યારે સંગીતાને પ્રસવ-પીડા ઊપડી હતી. ફ્લોર મિલમાં કામ કરતા તેના પતિ અચ્છેલાલે પત્નીને હૉસ્પિટલ લઈ જવા માટે રિક્ષાની ગોઠવણ કરી હતી, ત્યારે નર્સ સુરેખા પવાર પણ તેમની સાથે હતાં. સૌપ્રથમ તેઓ ગોવિંદનગરની હૉસ્પિટલમાં પહોંચ્યાં, જ્યાં તેમણે સંગીતાને દાખલ કરવાનો ઇનકાર કરી દીધો અને તેમને જુહુ સ્થિત કૂપર હૉસ્પિટલ જવાની સલાહ આપી.



માર્ગમાં અમે અન્ય એક ખાનગી હૉસ્પિટલ જોઈને ત્યાં સંગીતાને દાખલ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હૉસ્પિટલે ઘણી ઊંચી ફી માગી, જે અમે ચૂકવી શકીએ તેમ ન હતાં. અમે કૂપર હૉસ્પિટલ જવાના માર્ગ પર બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કૅર હૉસ્પિટલ ગયા, પરંતુ તે કોવિડ-૧૯ ટ્રીટમેન્ટ સેન્ટર હોવાથી તેમણે અમને પ્રવેશવા દીધા નહીં. ત્યાં સુધીમાં સંગીતાની સ્થિતિ વધુ બગડી હતી. ટૂંક સમયમાં જ રિક્ષા ઊભી રહી અને તેણે બાળકીને જન્મ આપ્યો, તેમ જણાવતાં સંગીતાના પતિએ તેમનાં પાડોશી સુરેખા પવારનો આભાર માન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2020 09:02 AM IST | Mumbai | Ashish Rane, Pallavi Smart

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK