ઇદના તહેવારને જોતા રાજ્યમાં CAPFની 20 ટુકડીઓ મોકલો, ગૃહપ્રધાનની માગણી

Published: May 14, 2020, 09:02 IST | Agencies | Mumbai

કોવિડ-૧૯ના પ્રસારને રોકવા મહારાષ્ટ્ર પોલીસના પોલીસ-કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે એમ જણાવતાં દેશમુખે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યમાં અનેક પોલીસ-કર્મચારીઓ કોરોના વાઇરસ પૉઝિટિવ ટેસ્ટ થયા છે

કસોટીનો સમય: ઉત્તર પ્રદેશ જવા માટેની સ્પેશ્યલ ટ્રેન બોરીવલી સ્ટેશનથી નીકળી હતી. દરમ્યાન પરપ્રાંતીય મુસ્લિમ બિરાદરોએ બોરીવલી સ્ટેશનની બહાર આ રીતે બંદગી કરી રોજા તોડ્યા હતા. તસવીર : પી.ટી.આઈ
કસોટીનો સમય: ઉત્તર પ્રદેશ જવા માટેની સ્પેશ્યલ ટ્રેન બોરીવલી સ્ટેશનથી નીકળી હતી. દરમ્યાન પરપ્રાંતીય મુસ્લિમ બિરાદરોએ બોરીવલી સ્ટેશનની બહાર આ રીતે બંદગી કરી રોજા તોડ્યા હતા. તસવીર : પી.ટી.આઈ

કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉન દરમ્યાન સતત કામના બોજ હેઠળ દબાયેલા પોલીસ-કર્મચારીઓને થોડો આરામ મળી શકે તે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ)ની ૨૦ કંપની રાજ્યમાં તહેનાત કરવા વિનંતી કરી હોવાનું રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે જણાવ્યું હતું.

કોવિડ-૧૯ના પ્રસારને રોકવા મહારાષ્ટ્ર પોલીસના પોલીસ-કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે એમ જણાવતાં દેશમુખે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યમાં અનેક પોલીસ-કર્મચારીઓ કોરોના વાઇરસ પૉઝિટિવ ટેસ્ટ થયા છે, તેમને આરામ કરી ફરી પાછા કામે ચઢવા સમયની આવશ્યકતા છે, વળી ઇદનો તહેવાર નજીક આવી રહ્યો છે અને તે સમયે કાયદો અને વ્યવસ્થાનું પાલન થવું અત્યંત જરૂરી છે, જે માટે પોલીસોએ થોડો આરામ કરવો જરૂરી બને છે. પરિણામે અમે કેન્દ્ર સરકારને સીએપીએફની ૨૦ કંપની તહેનાત કરવા વિનંતી કરી છે. સીએપીએફની એક કંપનીમાં ૨૦૦૦ પોલીસ-કર્મચારીઓ હોય છે.

સીઆરપીએફની ૩૨ કંપનીઓ મહારાષ્ટ્રમાં તહેનાત કરી દેવામાં આવી છે જે રાજ્ય પોલીસ સાથે મળીને કામ કરી રહી છે એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK