Coronavirus: બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સ COVID-19 પૉઝીટીવ

Updated: Mar 25, 2020, 17:06 IST | Gujarati Mid-Day Online Correspondent | London

પ્રિન્સ ચાર્લ્સને હાલમાં ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ સર્વિસીઝ દ્વારા આ ટેસ્ટ કરાયો હતો.

71વર્ષનાં પ્રિન્સ ચાર્લ્સને પણ Covid-19 પૉઝિટીવ તેવા સમાચાર બ્રિટનનાં મીડિયાએ કન્ફર્મ કર્યા છે. પ્રિન્સ ચાર્લ્સને સ્કોટલેન્ડમાં આસોલેશનમાં રખાયા છે અને તેમનું ઇન્ફેક્શન ન લાગે તે માટે બ્રિટનનાં રાણી એલિઝાબેથને અન્ય પેલેસમાં રાખવામાં આવ્યા છે.ક્લેરન્સ હાઉસે આપેલા નિવેદન અનુસાર પ્રિન્સ ચાર્લ્સનો કોરોનાવાઇરસનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તે પોઝિટીવ આવ્યો છે. પ્રિન્સમાં કોરોનાનાં થોડાં લક્ષણો દેખાવાની શરૂઆત થઇ જો કે તેમની તબિયત બહેતર છે અને તેઓ હંમેશની માફક ઘરેથી કામ કરી રહ્યા છે. પ્રિન્સ ચાર્લ્સનાં પત્નિ કેમિલાને પણ કોરોના છે કે નહીં તે માટેનો ટેસ્ટ કરાયો પણ તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને ડૉક્ટરોએ જણાવ્યા અનુસાર પ્રિન્સ ચાર્લ્સને હાલમાં ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ સર્વિસીઝ દ્વારા આ ટેસ્ટ કરાયો હતો.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK