Coronavirus: મુંબઇના ડબ્બાવાળાઓ ઠારે છે ઘરવિહોણાંના પેટ

Published: Apr 01, 2020, 20:41 IST | Pallavi Smart | Mumbai

કોરોનાવાયરસ ના કહેર ને કારણે જે સંજોગો ઊભા થયા છે તેમાં ડબ્બાવાળાઓએ તેમની રોટી બેંક સ્વૈચ્છિક સંસ્થા, વેસ્ટર્ન રેલ્વે અને કેટલીક કોર્પોરેટ ની મદદથી ફરી ચાલુ કરી છે.

ડબ્બાવાળા સાઉથ મુંબઇમાં ઘર વિહોણાંને રોજનાં 2500 પેકેટ્સ પહોંચાડે છે
ડબ્બાવાળા સાઉથ મુંબઇમાં ઘર વિહોણાંને રોજનાં 2500 પેકેટ્સ પહોંચાડે છે

મુંબઇની લાઇફ લાઇન ગણાતા ડબ્બાવાળા આજકાલ તો ઑફ ડ્યુટી છે. પણ તેઓ રોજેરોજનું ભાણું પહોંચાડવાનું કામ તો હજી પણ કરી રહ્યા છે.પરંતુ આ વખતે વારો માથે છત વગરના લોકો છેે. કોરોનાવાયરસ ના કહેર ને કારણે જે સંજોગો ઊભા થયા છે તેમાં ડબ્બાવાળાઓએ તેમની રોટી બેંક સ્વૈચ્છિક સંસ્થા, વેસ્ટર્ન રેલ્વે અને કેટલીક કોર્પોરેટ ની મદદથી ફરી ચાલુ કરી છે.

મુંબઈના ડબ્બાવાળા 2015ની સાલમાં આ સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરી હતી. જેની મદદથી તેઓ કુપોષણ અને ખોરાકનો બગાડ અટકાવવા નું કામ કરતા હતા.આ માટે સભ્યો મોટા કાર્યક્રમો, લગ્ન, હાઉસિંગ સોસાયટી વગેરેમાંથી વધારાનું ખાવાનું એકઠું કરીને સ્લમ એરિયા તથાફૂટપાથ પર રહેતા લોકોને પહોંચાડી તેમનું પેટ ઠારતા.  જોકે કોરોનાવાયરસ ને કારણે તેમણે પોતાની સેવાઓ બંધ કરવી પડી હતી. બે દિવસ પહેલા કેટલીક સ્થાનિક સંસ્થાઓએ રોટી બેંક  ફરીથી પોતાનું કામ શરૂ કરી શકે તે માટે આગળ આવી. હાલમાં રોજનાં 2500 પૅકેજીઝ સાઉથ મુંબઇમાં છત વગરનાંઓને પહોંચાડાય છે.   મુંબઈ ડબ્બાવાલા અસોસિએશનના પ્રમુખ સુભાષ તાલેકરે કહ્યું કે, “અમે હંગામી ધોરણે રોટી બેંકની કામગીરી અટકાવી હતી કારણ કે શહેરમાં આમ પણ કોઈ મોટા કાર્યક્રમો હમણાં નથી થવાના. સદભાગ્યે અમને એક સ્વૈચ્છિક સંસ્થાનો ટેકો મળ્યો અને જલ્દી જ વેસ્ટર્ન રેલવેની કેન્ટીને પણ મદદ કરવાનું જાહેર કર્યું. વેસ્ટર્ન રેલવેની કેન્ટીનને અમારે આગલી રાતે જણાવવું પડે છે કે કેટલા ખોરાકની જરૂર છે જેથી તેઓ પુરતી તૈયારી કરી બધું તૈયાર કરી શકે.” તેમણે ઉમેર્યું કે વિપ્રો જેવી કોર્પોરેટ્સ પણ તેમને મદદ કરી રહી છે. અત્યારે સેવાઓ માત્ર સાઉથ મુંબઇ પુરતી મર્યાદિત છે કારણકે કર્મચારીઓ બધે જ પહોંચી શકે તેવી વાહનની સવલતો નથી અને સાઇકલ પર બધે ન પહોંચી શકાય. તાલેકરે ઉમેર્યું કે, “અમારા સાથીઓએ આ ઘર વિહોણાંની હાલત જોઇ છે, તેઓ ખોરાક માટે ટળવળતાં હોય છે અને અમે જઇએ ત્યારે સાઇકલની આસપાસ ઉભા રહી જાય છે.જો કે અમે અંતર મેઇન્ટેઇન થાય તેની પુરી કાળજી રાખીએ છીએ.”


Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK