મુંબઈ: ઘાટકોપરમાં સમોસાં પાર્ટી બદલ સોસાયટીના બે સભ્યોની ધરપકડ

Published: May 20, 2020, 07:05 IST | Mumbai Correspondent | Mumbai

વાઇરલ થયેલા વિડિયોના આધારે પોલીસે કરી કાર્યવાહી, કુકરેજા પૅલેસ કમ્પાઉન્ડના સભ્યોએ કર્યો બચાવ

સોસાયટીમાં ભેગા થઈ સમોસા ખાતા લોકોનો વિડીયો ગ્રેબ.
સોસાયટીમાં ભેગા થઈ સમોસા ખાતા લોકોનો વિડીયો ગ્રેબ.

ઘાટકોપર પંતનગર પોલીસે મ્યુઝિકલ અને સમોસાં પાર્ટી કરવા બદલ વલ્લભ લેનમાંની‍ એક હાઉસિંગ સોસાયટીના બે શખ્સની ધરપકડ કરી છે. ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી આ સોસાયટીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસ કામે લાગી હતી.

સોમવારે ઘાટકોપરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં ૨૦થી ૩૦ લોકો કુકરેજા પૅલેસના કમ્પાઉન્ડની નીચે ભેગા થયા છે અને સમોસાં ખાઈ રહ્યાં છે, જ્યારે કોઈ વ્યક્તિ માઇક્રોફોન સાથે ગિટાર વગાડતો જોવા મળે છે. અન્ય વ્યક્તિ પ્લૅટમાં સમોસાં વહેંચતા જોવા મળે છે અને એકત્રિત લોકોને ચટણી આપે છે. વિડિયોમાં મહિલાઓ પણ જોવા મળી રહી છે. કેટલાક લોકો માસ્ક પહેરેલા છે તો કેટલાક નથી.

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-૭) પરમજિત દહિયાએ જણાવ્યું હતું કે ‘સમોસાં પાર્ટીના આયોજન માટે ઘાટકોપર પોલીસે કુકરેજા પૅલેસના અજાણ્યા સભ્યો સામે ગુનો નોંધ્યો છે અને સોસાયટીના ચૅરમૅન અને અન્ય એક સભ્યની ધરપકડ કરી છે.

પંતનગર પોલીસ સ્ટેશનના એક અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘આ પાર્ટી સોમવારે બપોરે યોજાઈ હતી અને થોડી જ વારમાં આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

આ વિડિયોના આધારે એફઆઇઆર નોંધ્યો હતો અને સોસાયટીને જાણ કરી હતી. અમે તપાસ શરૂ કરી છે કે આ પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું.

કુકરેજા પૅલેસના કમ્પાઉન્ડના એક સભ્યએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘સોસાયટીમાં કોઈ પાર્ટીનું આયોજન કરાયું નહોતું. અમારી સોસાયટીના લોકો સેવાનાં કામો પણ કરે છે. સોસાયટીના સભ્યો જરૂરિયાતમંદોને સમોસાં આપવા ગયાં હતાં અને સમોસાં વધી પડતાં સોસાયટી કમ્પાઉન્ડમાં ખાતા હતા જેનો વિડિયો કોઈએ કાઢી ખોટો રંગ આપી વાઇરલ કર્યો છે.’

કોરોના કાઉન્ટ

મુંબઈ
ગઈ કાલે મળેલા નવા કેસ 1411
ગઈ કાલે મરનારની સંખ્યા 43
કોરોનાના કુલ કેસ 22563
કુલ મરણાંક 800

મહારાષ્ટ્ર
ગઈ કાલે મળેલા નવા કેસ 2100
કોરોનાના કુલ કેસ 37158

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK