Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલમાં ૨૫ ટકા લોકોએ નોકરી ગુમાવી, સંક્રમિતોનો આંકડો ૯ લાખની પાર

ઇઝરાયલમાં ૨૫ ટકા લોકોએ નોકરી ગુમાવી, સંક્રમિતોનો આંકડો ૯ લાખની પાર

03 April, 2020 01:01 PM IST | Mumbai Desk

ઇઝરાયલમાં ૨૫ ટકા લોકોએ નોકરી ગુમાવી, સંક્રમિતોનો આંકડો ૯ લાખની પાર

ઇઝરાયલમાં ૨૫ ટકા લોકોએ નોકરી ગુમાવી, સંક્રમિતોનો આંકડો ૯ લાખની પાર


વિશ્વભરમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા ૧૦ લાખના આંકડે પહોંચવા આવી છે. અત્યાર સુધીમાં ૯,૩૬,૦૦૦ કેસ નોંધાયા છે. ૪૭,૨૪૫ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧,૯૪,૨૮૬ લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના વાઇરસથી બ્રિટનમાં ૨૪ કલાકમાં ૫૬૩ લોકોનાં મોત થયાં છે. અહીં કુલ પૉઝિટિવ કેસ ૨૯૪૭૪ થયા છે, જ્યારે મૃત્યુઆંક ૨૩૫૨ થયો છે.

અમેરિકામાં કોરોનાના ૨,૧૫,૨૧૫ કેસ નોંધાયા છે. મૃત્યુઆંક ૫૧૧૦ ઉપર પહોંચ્યો છે. ઇટલીમાં ૧,૧૦,૫૭૪ કેસ નોંધાયા છે, જ્યારે અહીં ૧૩,૧૫૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્પેનમાં ૧૦,૪૧૧૮ કેસ નોંધાયા છે, જ્યારે અહીં ૯૩૮૭ લોકોએ જીવ ગુમાવ્યા છે.
નેધરલૅન્ડ્સમાં ૨૪ કલાકમાં ૧૩૪ લોકોનાં મોત
નેધરલૅન્ડ્સમાં છેલ્લા ૨૪ કલાકમા ૧૩૪ લોકોએ કોરોના મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. ૧૦૯૦ નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસ ૧૩૬૧૪ થયા છે.
ઇઝરાયલમાં ૨૫ ટકા લોકોએ નોકરી ગુમાવી
ઇઝરાયલના સ્વાસ્થ્ય પ્રધાનનાં પત્ની કોરોના વાઇરસથી સંક્રમિત થયાં છે. કોરોના વાઇરસને કારણે સરકારે લગાવેલા પ્રતિબંધને કારણે ઇઝરાયલમાં ૨૫ ટકા લોકોએ નોકરી ગુમાવી છે. માર્ચની શરૂઆતમાં ૮,૪૩,૯૪૫ નવા બેરોજગાર લોકોએ નોંધણી કરાવવાની સાથે કુલ બેરોજગાર ૧૦,૪૩૧૬ થયા છે. ઇઝરાયલ સરકારે કોરોના સામે લડવા માટે ૨૨.૫ અબજ ડૉલરના પૅકેજની જાહેરાત કરી છે. ઇઝરાયલમાં કોરોનાના ૬૦૯૨ કેસ નોંધાયા છે અને ૨૫ લોકોનાં મોત થયાં છે



પાકિસ્તાને બે સપ્તાહ લૉકડાઉન વધાર્યું
કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે બે સપ્તાહ એટલે કે ૧૪ એપ્રિલ સુધી લૉકડાઉનના સમયગાળાને લંબાવી દીધો છે. પાકિસ્તાનમાં ૨૨૩૮ કેસ નોંધાયા છે અને ૩૧ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભારતમાં ફસાયેલા પોતાના નાગરિકોને અમેરિકાએ ઍરલિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં ૨૧ દિવસનું લૉકડાઉન ચાલુ છે. અમેરિકાના રાજદૂતે કહ્યું છે કે ભારત સરકારે અમારા આ મિશનમાં પૂરતો સહયોગ કર્યો છે. અમેરિકા ૬૦થી વધારે દેશોમાં ૨૫૦ પ્લેનની મદદથી પોતાના ૩૦,૦૦૦થી વધારે નાગરિકોને ઍરલિફ્ટ કરી ચૂક્યું છે.
કોરોનાને કારણે ઘણી ઘરેલુ ઉડાન રદ થઈ શકે છે ઃ ટ્રમ્પ
કોરોનાને લઈને વાઇટ હાઉસના બ્રીફિંગમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે દેશમાં ઘણી ઘરેલુ પ્લેન સેવા અને ટ્રેન સેવા રદ કરવામાં આવી શકે છે. હું જોઈ રહ્યો છું કે અમુક વિમાનો કોરોના પ્રભાવિત શહેરોમાં જઈ રહ્યાં છે, જે મને પસંદ નથી. જોકે હું તમામ ઘરેલુ ઉડાન રદ કરવાના સમર્થનમાં નથી, પરંતુ ઝડપથી કોઈ ને કોઈ નિર્ણય લેવામાં આવશે. જે શહેર વધારે પ્રભાવિત છે ત્યાં અવર-જવરનો પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
વેન્ટિલેટર અને માસ્ક સહિત ૬૦ ટન મેડિકલ સામાન લઈને રશિયાનું કાર્ગો પ્લેન અમેરિકા પહોંચ્યું
કોરોના વાઇરસની મહામારી સામે લડવા માટે રશિયા અમેરિકાની મદદે આવ્યું છે. વેન્ટિલેટર અને માસ્ક સહિત ૬૦ ટન મેડિકલ સામાન લઈને રશિયાનું કાર્ગો પ્લેન અમેરિકા પહોંચી ગયું છે. વાઇટ હાઉસે એવી આશંકા વ્યક્ત કરી છે કે આગામી ૧૫ દિવસમાં બે લાખથી વધારે અમેરિકન નાગરિકો જીવ ગુમાવશે. અમેરિકામાં કોરોના કેસ અને મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યા છે.
પનામામાં સ્ત્રી-પુરુષોને સાથે નીકળવા પર રોક
પનામા નામના દેશે એક નવી પહેલ શરૂ કરી છે. આ દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યો છે, પણ કંઈક નવી જ રીતે જેમાં સ્ત્રી અને પુરુષો એકસાથે બહાર ન નીકળી શકે. હકીકતમાં પનામા દેશમાં ઑડ ઈવન સિસ્ટમ અનુસાર લૉકડાઉન જાહેર કરાયું છે.
સ્પેનમાં એક દિવસનો સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો
આજે જાહેર કરવામાં આવેલા આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ સ્પેનમાં કોરોના માટે પૉઝિટિવ ટેસ્ટ બાદ ઓછામાં ઓછા ૧૦,૦૦૩ લોકોનાં મોત થયાં છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૯૫૦ નવાં મોત નોંધાયાં છે. સ્પેન વિશ્વના સૌથી ખરાબ કોરોના અસરગ્રસ્ત દેશોમાંનો એક છે.


કોરોના સંકટ વચ્ચે ટ્રમ્પનો દાવોઃ ઈરાન હુમલાની તૈયારી કરી રહ્યું છે

અમેરિકા કોરોના વાઇરસથી દુનિયામાં સૌથી વધારે પ્રભાવિત દેશ છે ત્યાં ઈરાન એશિયાનો સૌથી વધારે સંક્રમિત દેશ છે અને બન્ને દેશ કોરોના પર રોક લગાવવા માટે કામ કરી રહ્યા છે, પરંતુ બન્ને શત્રુ-દેશની લડાઈ આ મહાસંકટ વચ્ચે પણ ચાલુ જ છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે કે જો અમારા સૈનિકો પર કોઈ પણ હુમલો કરવામાં આવ્યો તો તેહરાન અને એના સહયોગીઓએ ભારે કિંમત ચૂકવવી પડશે.
ટ્રમ્પે બુધવારે મોડી રાતે ટ્વીટ કર્યું કે એવી સૂચના મળી છે અને મારા મતે ઈરાન અને તેમના સહયોગી હવે ઇરાકમાં અમેરિકાના સૈનિકો અને સંપત્તિઓ પર હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે. જો આવું થાય છે તો ઈરાને ભારે કિંમત ચૂકવવી પડશે.
ઈરાનના કમાન્ડર કાસીમ સુલેમાનીના અમેરિકાની ઍરસ્ટ્રાઇકમાં મૃત્યુ બાદથી જ ઇરાકમાં સ્થિત અમેરિકાના દૂતાવાસ અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલા થઈ રહ્યા છે. હાલમાં ઈરાકમાં અમેરિકાના દૂતાવાસ નજીક એક રૉકેટ હુમલો કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો દૂતાવાસને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.


યુએસમાં મૃત્યુઆંક વધીને ૪૪૦૦ને પાર, બે લાખથી વધુ લોકો સંક્રમિત

કોરોના સામે જગતજમાદાર અમેરિકા આખરે ઘૂંટણિયે : એક જ દિવસમાં ૮૮૪ લોકોનાં મૃત્યુ

કોરોના વાઇરસનો સૌથી મોટો ગઢ બની ચૂકેલા અમેરિકામાં એક જ દિવસમાં ૮૮૪ લોકોનાં મોત થયાં છે જેને કારણે દેશમાં મૃત્યુઆંક વધીને ૪૪૭૫ પર પહોંચી ગયો છે. અમેરિકામાં ૨,૧૩,૩૭૨ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે, જે દુનિયામાં સૌથી વધુ છે. સમગ્ર દુનિયાની વાત કરીએ તો કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા લોકોનો આંકડો ૯,૩૦,૦૦૦ પર પહોંચી ગયો છે, જ્યારે ૪૭,૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૮૮૪ લોકોનાં કોરોના વાઇરસથી મોત થયાં છે. અમેરિકામાં એક દિવસમાં જીવ ગુમાવનારાઓનો અત્યાર સુધીમાં આ સૌથી મોટો આંકડો છે. આ બધા વચ્ચે અમેરિકામાં કોરોના વાઇરસનો ગઢ બની ગયેલા ન્યુા યૉર્ક શહેરમાં મૃતકોનો આંકડો ૧૩૦૦ને પાર થઈ ગયો છે. આ મહાસંકટમાં અમેરિકામાં હૉસ્પિટલોમાં માસ્ક અને અન્ય ચિકિત્સકીય સામાનોમાં ભારે અછત જોવા મળી રહી છે.
આ બધા વચ્ચે અમેરિકાએ નિર્ણય લીધો છે કે એ પોતાના વિમાનવાહક જહાજ ડિયોથોર રુઝવેલ્ટથી ૩૦૦૦ નૌસૈનિકોને બહાર કાઢશે. આ નૌસૈનિકોને ગુઆમની હોટેલોમાં ક્વૉન્ટીન કરવામાં આવશે. જહાજ પર કોરોના સંક્રમિત નૌસૈનિકોની સંખ્યા વધીને ૧૦૦ થઈ ગઈ છે. કોરોના વાઇરસથી અમેરિકાના લૉસ ઍન્જલસમાં પીપીઈ કિટની ભારે અછત છે. અહીં કોરોના વાઇરસથી સંક્રમિત દરદીઓ ૧૦,૦૦૦ જેટલા છે.
અમેરિકામાં માત્ર ૬ અઠવાડિયાંના નવજાત બાળકના મોતથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કોરોના વાઇરસના સંક્રમણથી ચેપગ્રસ્ત બન્યા બાદ આ બાળકનું મોત થયું છે. અમેરિકી રાજ્ય કનેક્ટિકટના ગવર્નરે કહ્યું હતું કે કોરોના વાઇરસથી થયેલાં મોતમાં આ સૌથી ઓછી ઉંમરની વ્યક્તિનું મોત છે. ગવર્નર નેડ લામોન્ટે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે નવજાતને ગયા અઠવાડિયે એક હૉસ્પિટલમાં દાખલ કરાવ્યું હતું, પરંતુ તેને બચાવી શકાયું નહીં.

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 01:01 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK