ઍમ્બ્યુલન્સમાં દેશી દારૂની હેરાફેરી : બે જણ પકડાયા

Published: Apr 10, 2020, 15:30 IST | Mumbai Desk

આરોપીઓ કોઈ ખાનગી વાહન નહીં પરંતુ ઍમ્બ્યુલન્સમાં દેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસને માહિતી મળતા, બે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી દારૂનો જથ્થો કબજે કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં એક તરફ કોરોનાને લઈ ચિંતા વધી રહી છે ત્યારે અનેક લોકો આગળ આવી મદદ કરી રહ્યા છે. કોરોના વાઇરસને લઈ દેશભરમાં લૉકડાઉન છે અને જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ અને એ માટે કેટલાક લોકોને આ લૉકડાઉનમાં રોડ પર બહાર આવવા પરવાનગી મળી છે. તેની વચ્ચે બે જણ દેશી દારૂની હેરાફેરી કરતાં પકડાઈ ગયા છે. આરોપીઓ કોઈ ખાનગી વાહન નહીં પરંતુ ઍમ્બ્યુલન્સમાં દેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસને માહિતી મળતા, બે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી દારૂનો જથ્થો કબજે કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે કોરોનાને લઈ શહેર પોલીસ તમામ જગ્યાએ બંદોબસ્તમાં છે અને નાના ચિલોડા પાસે નરોડા પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે એક ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. નોંધનીય છે કે ગાડી ઍમ્બ્યુલન્સ હતી, પરંતુ પોલીસને શંકા જતાં પોલીસે તપાસ કરી તો ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મનીષ ઠાકોર અને લલિત રાજપૂત નામના બે જણની ધરપકડ કરી તેમની પાસેથી ૨૨ લિટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.
નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ જે. જી. પટેલનું કહેવું છે કે પોલીસને આ અંગેની ખાનગી બાતમી મળી હતી. ત્યાર બાદ વૉચ રાખીને આ કામગીરી કરવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK