લૉકડાઉનમાં રૂ.52000 ચૂકવી સિગરેટનો સ્ટૉક ખરીદ્યો,શરાબની કિંમત 200% વધી

Updated: Mar 31, 2020, 19:49 IST | Gaurav Sarkar | Mumbai

20 સિગરેટનું એક પેકેટ અત્યારે 500 રૂપિયે વેચાઇ રહ્યું છે.મૂળ કિંમતો કરતા 200% વધારે ચૂકવીને જ આ ચીજો ખરીદવી પડે છે.

નિકોટીન અને આલ્કોહોલનો સ્ટૉક મળતો રહે એ માટે લોકો ખિસ્સાં ખાલી કરી રહ્યાં છે
નિકોટીન અને આલ્કોહોલનો સ્ટૉક મળતો રહે એ માટે લોકો ખિસ્સાં ખાલી કરી રહ્યાં છે

મુંબઇ શહેરમાં ધુમ્રપાન કરનારાઓ અને શરાબનાં શોખીનો લૉકડાઉન દરમિયાન પોતાના બુટલેગર્સને,નજીકનાં પાનના ગલ્લાવાળાઓને અને અન્ય સુત્રોને હજ્જારો ચૂકવીનો પોતાના શોખ અને આદતનો સ્ટોક પોતાના સુધી પહોંચે તેની સગવડ કરી રહ્યા છે. 21 દિવસનું લૉકડાઉન જે કોરોનાવાઇરસને કારણે થયું છે તેને પગલે અત્યાર સુધીમાં ભારતમાં 32 મૃત્યુ થયા છે તેમાંથી મહારાષ્ટ્રમાં જ 11 મૃત્યુ થયા છે.

આમ તો લૉકડાઉન શરૂ થયું ત્યારે સારા વિસ્તારોમાં આવેલા કરિયાણા સ્ટોર્સમાં શરૂઆતમાં તો સિગરેટનો સ્ટૉક હતો પણ જલ્દી જ આ સ્ટોક ઓછો થવા માંડ્યો અને ધુમ્રપાનની આદત વાળાઓને સમસ્યા થવા માંડી કારણકે રોજની આદત પ્રમાણે નિકોટીન મળવું મુશ્કેલ થઇ ગયું.આ સ્થિતિમાં હવે સિગરેટનું બ્લેક માર્કેટિંગ થવા માંડ્યું છે અને 20 સિગરેટનું એક પેકેટ અત્યારે 500 રૂપિયે વેચાઇ રહ્યું છે. મોટે ભાગે એક પૅકેટ 330 રૂપિયે વેચાતું હોય છે.  ઘાટકોપરનાં એક રહેવાસીએ પોતાની આદતની વ્યથા વર્ણવતા કહ્યું કે, “મને હંમેશા એ વાતની ચિંતા રહે કે  સિગરેટ ખલાસ થઇ જશે તો હું શું કરીશ અને શરૂઆતમાં તો જ્યારે લૉકડાઉનની જાહેરાત થઇ ત્યારે મેં સિગારેટનો સ્ટોક રાખ્યો હતો પણ પછી બધુ વધારે ગંભીર થઇ ગયું.” આ વ્યક્તિએ પોતાની આદત સંતોષા અત્યાર સુધીમાં 52000 રૂપિયાની સિગારેટ્સ ઘર પાસેની એક લોકલ દુકાનમાંથી ખરીદી અને જેની તેમને હોમ ડિલીવરી મળી. તેમણે ઉમેર્યું કે, “મોટે ભાગે એક પૅકેટ 300 રૂપિયાનું મળે પણ અત્યારે તો 500 રૂપિયાથી પણ વધારે કિંમતમાં વેચાઇ રહ્યું છે.”આ મહિલાએ કહ્યું કે, “લૉકડાઉનના શરૂઆતનાં દિવસોમાં જ તેણે એક કાર્ટનનાં 4000 ચૂકવ્યા હતા પણ જેમ જેમ દિવસો ગયા તેમ તે કિંમત પણ 4500 થઇ ગઇ. મોટેભાગે સામાન્ય સંજોગોમાં આ કાર્ટન 2500 રૂપિયામાં મળતા હોય છે. ભારતીય બ્રાન્ડ માર્કેટમાં આવી નથી રહી અને માટે જ બ્લેક માર્કેટમાં વેચાણ થઇ રહ્યું છે એ પણ વિદેશી સિગરેટ્સનું કારણકે આમે ય તે ડ્યુટી ફ્રી હોવાથી તેનું વેચાણ ગેરકાયદેસર છે.” જો કે તેણે ઉમેર્યું કે તેને સિગરેટનાં વધારે પૈસા ચુકવવા પડ્યા હોવાનો કોઇ વાંધો નથી અને તે આગામી ત્રણ મહીના સુધી પ્રમિયમ પ્રાઇઝ ચુકવવા તૈયાર છે કારણકે પોતે ઘરની બહાર નીકળી નથી રહી જેનાથી કૉફી શૉપ્સ કે પેટ્રોલનો ખર્ચો પણ નથી થવાનો. છેલ્લા 15 વર્ષથી સ્મોકિંગની ટેવ છે અને માટે તેમને માટે આ અનિવાર્ય ચીજ છે. 

અંધેરી, બાંન્દ્રા, બોરીવલી અને મલાડમાં રહેતા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે તેઓ સિગરેટનાં એક બૉક્સ માટે 550 રૂપિયાથી માંડીને 700 રૂપિયા સુધીની રકમ ચુકવી રહ્યા છે. એક વ્યક્તિએ સાંતાક્રુઝમાં માલબોરોની એક સિગરેટ ખરીદવાનાં 30 રૂપિયા ચૂકવ્યા અને બધા લોકલ પાનવાળા બંધ હોવા છતાં પણ તેઓ પોતાની ગલ્લા અને પાર્લરની બહાર ઉભા રહી પોતાના નિયમિત ગ્રાહકોને જરૂરી વસ્તુઓ ચુપચાપ પકડાવી જ દે છે.  આ તો સિગરેટની વાત થઇ પણ આલ્કોહોલને મામલે કિંમતો બમણી થઇ ગઇ છે. મિડ-ડે સાથેની વાતચીતમાં કાલિનામાં રહેતા એક જણે કહ્યું કે, “બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કીની ક્વાટર બોટલ તેમણે 700 રૂપિયામાં ખરીદી જે સામાન્ય કિંમત કરતા બમણી છે.” અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “રોયલ સ્ટેગની બોટલ અમને અંધેરીમાં 4000 રૂપિયામાં મળી અને લાગે છે કે હમણાં આ જ ભાવ ચાલે છે. મૂળ કિંમતો કરતા 200% વધારે ચૂકવીને જ આ ચીજો ખરીદવી પડે છે.”

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK