કોરોનાવાયરસને કારણે સ્થિતિ વકરી, બીજિંગમાં પણ ગણતંત્ર દિવસે રિસેપ્શન રદ...

Published: Jan 24, 2020, 12:06 IST | Mumbai Desk

સાઉદી અરબના હૉસ્પિટલમાં કામ કરનારી લગભગ 100 ભારતીય નર્સની તપાસ કરવામાં આવી છે. તો ચીનમાં પણ અલર્ટ જાહેર છે

કોરોનાવાયરસને કારણે ચીનમાં સ્થિતિમાં સુધારાને બદલે પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થતી જાય છે. ચીને પોતાના દેશવાસીઓ માટે અલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન બીજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે મોટો નિર્ણય લીધો છે. ભારતીય દૂતાવાસે 26 જાન્યુઆરીના ત્યાં થનારા Republic Day રિસેપ્શન રદ કરી દીધું છે. સાથે જ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. +8618612083629 અને +8618612083617 પર ફોન લગાડીને ચીનમાં ફસાયેલા લોકો વિશે માહિતી મેળવી શકાય છે. આ પહેલા સાઉદી અરબમાં કામ કરતી એક ભારતીય નર્સ પણ આની ચપેટમાં આવી ગઈ છે. જો કે, ભારતીય વિદેશ મંત્રાલયે આનું ખંડન કર્યું છે. આ દરમિયાન, સાઉદી અરબના હૉસ્પિટલમાં કામ કરનારી લગભગ 100 ભારતીય નર્સની તપાસ કરવામાં આવી છે. તો ચીનમાં પણ અલર્ટ જાહેર છે.

વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને જણાવ્યું કે પ્રભાવિત નર્સની અસીર નેશનલ હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે અને તેની સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે. તો કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને વિદેશ મંત્રી એસ. જયશંકર સામે માગ કરી છે કે ખાડી દેશની સામે મામલો ઉઠાવવામાં આવે અને વિશેષ ઉપચાર સુનિશ્ચિત કરવામાં આવે.

વિદેશ રાજ્યમત્રીએ પોતાના ટ્વીટમાં લખ્યું, અલ-હયાત હૉસ્પિટલમાં કામ કરનારી નર્સમાંથી મોટાભાગની કેરળની છે. લગભગ 100 ભારતીય નર્સની તપાસ કરવામાં આવી છે. હૉસ્પિટલ પ્રબંધન અને સાઉગી વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે. Coronavirusથી ઉત્પન્ન મુશ્કેલીઓને જોતાં 22 જાન્યુઆરી સુધી 60 ફ્લાઇટથી આવેલા કુલ 12,828 પ્રવાસીઓની તપાસ કરવામાં આવી, પણ કોઇ પૉઝિટવ મામલો જોવા મળ્યો નથી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતી સુદાન સ્થિતિ પર નિરીક્ષણ કરે છે. તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી હૉસ્પિટલમાં ગંભીર સ્થિતિવાળા રોગીઓને આઇસોલેશન અને વેન્ટીલેટર મેનેજમેન્ટના સંબંધે તૈયારી કરી સમીક્ષા કરવા માટે કહ્યું છે. અંતરની ઓળખ કરવા અને નિરીક્ષણ તેમજ લેબ સપોર્ટના ક્ષેત્રમાં કોર ક્ષમતા મજબૂત કરવા માટે કહેવામાં આવ્યું છે.

Coronavirusની આશંકાની લઈને દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નઇ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચીનના હવાઇ મથકો પર થર્મલ તપાસ કરવામાં આવી રહી છે, જેથી સંદિગ્ધની ઓળખ કરી તેની સારવાર શરૂ કરી શકાય. 17 જાન્યુઆરીના એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી અને તેને મંત્રાલયની વેબસાઇટ સાથે ડ ટ્વિટર હેન્ડલ પર રાખવામાં આવી.

આ પણ વાંચો : નિર્ભયા ગૅન્ગરેપ કેસ : 1 ફેબ્રુઆરીએ ચાર નરાધમોને ફાંસી આપવામાં આવશે

ચીનમાં ભારતીયોની મદદ માટે હૉટલાઇન
ચીનમાં ભારતીય દૂતાવાસે મદદ માટે હૉટલાઇન સ્થાપિત કરી છે. Coronavirus પ્રભાવિત પ્રાંતમાં ફસાયેલા ભારતીયો માટે ચીન ભોજન આપૂર્તિ સહિત વિભિન્ન પ્રકારની મદદ કરી રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK