Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Covid-19 વિશ્વમાં સૌથી વધારે પ્રભાવિત રાષ્ટ્રોમાં ભારત 10મા સ્થાને

Covid-19 વિશ્વમાં સૌથી વધારે પ્રભાવિત રાષ્ટ્રોમાં ભારત 10મા સ્થાને

25 May, 2020 12:22 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Covid-19 વિશ્વમાં સૌથી વધારે પ્રભાવિત રાષ્ટ્રોમાં ભારત 10મા સ્થાને

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિશ્વભરના દેશોની સાથે સાથે ભારતમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો એકલાખ 39 હજાર નજીક પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડામાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા 1,38, 845 થઈ ગઈ છે જ્યારે આ વાયરસને કારણે મરણાંક ચાર હજાર પાર એટલે કે 4021 પર પહોંચ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,077 નવા કેસ સામે આ્યા છે અને 154 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસનો આ આંકડો સૌથી વધારે છે. આ પહેલા રવિવારે 6767 નવા દર્દીઓનો આંકડો સામે આવ્યો હતો. જો કે, રાહતના સમાચાર એ પણ છે કે 57,721 દરદીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ વધીને 41.57 પર પહોંચી ગયો છે.

કયા દેશમાં કેટલા કેસ



દેશ કેસ સક્રિય સ્વસ્થ મૃત્યુ
અમેરિકા 16,43,246 11,78,790 3,66,736 97,720
બ્રાઝિલ 3,63,211 1,90,634 1,49,911 22,666
રશિયા 3,44,481 2,27,641 1,13,299 3,541
 યૂ.કે. 2,60,916  2,22,890  1,151  36,875
 સ્પેન  2,35,772  56,644 1,50,376  28,752 
ઇટલી  2,29,858  56,594 1,40,479  32,785 
ફ્રાન્સ  1,82,709  89,604  64,735 28,370 
જર્મની  1,80,328   11,764  1,60,281 8,283 
ટર્કી  1,56,827  33,793  1,18,694  4,340 
ભારત  1,38,845  77,103 57,721  4,021 

દેશમાં મહારાષ્ટ્ર કોરોનાવાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીં કોરોના સંક્રમણના કુલ કેસ 50 હજાર પાર પહોંચી ગયા છે. ત્યારબાદ તામિલનાડુ અને ગુજરાત આવે છે. કોરોના સંક્રમણના કેસ મામલે દિલ્હી ચોથા સ્થાને છે.

નોંધનીય છે કે કોરોના સંકટ દરમિયાન ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ આજથી શરૂ કરી દેવામાં આવી છે
કોરોનાવાયરસને કાબૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનની જાહેરાત કરી હતી. લૉકડાઉનના લગભગ બે મહિના પછી આજથી દેસમાં ફરી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરી દેવામાં આવી છે. નવી દિલ્હીથી પહેલી ડોમેસ્ટિક ફ્લાઇટ સવારે 4.45 વાગ્યે પુણે માટે રવાના થઈ હતી. દિલ્હી એરપોર્ટ પર પહેલી ફ્લાઇટ સવારે 7.45 મિનિટે આવવાની હતી. આ સિવાય મુંબઇથી પણ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ સેવા શરૂ કરી દેવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2020 12:22 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK