ICMRએ કહ્યું, હાલ ભારતમાં માસ ટેસ્ટિંગની જરૂર નથી, દેશમાં ટેસ્ટ કિટ પર્યાપ્ત

Published: Mar 28, 2020, 15:44 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

ઇસીએમઆરે હાલ વેક્સીનના ટ્રાયલની પણ ના પાડી છે. જો કે, WHO સાલિડેરિટી ટ્રાયલમાં ભારત સામેલ હશે.

ઝડપથી વધતાં આંકડા છકાં કોરોના પ્રસાર પર અમુક હદ સુધી નિયંત્રણના દાવા વચ્ચે એ પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે કે શું ભારતમાં પર્યાપ્ત સંખ્યામાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. આરએમસીઆરનું સ્પષ્ટ માનવું છે કે જેટલી જરૂર છે, એટલી જ ટેસ્ટ કરવામાં આવી રહી છે. હાલ માસ ટેસ્ટિંગની જરૂર નથી. આઇસીએમઆરે હાલ વેક્સીનના ટ્રાયલની પણ ના પાડી છે. જો કે, WHO સાલિડેરિટી ટ્રાયલમાં ભારત સામેલ હશે.

કોરોના વાયરસના વૈશ્વિક ફેલાવ પર ભારતનું ધ્યાન
આઇસીએમઆરના ડૉક્ટર રમન ગંગાખેડકરે કહ્યું કે ભારત કોરોના વાયરસના વૈશ્વિક ફેલાવ પર ધ્યાન રાખી રહ્યો છે અને ભારતમાં તેના જોખમને ધ્યાનમાં રાખીને બધી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમણે દેશમાં લૅબ ટેસ્ટ માટે કિટની ઉણપ હોવાને કારણે મોટા પાયા પર તપાસ શરૂ ન કરવાના આરોપોનું ખંડન કર્યું છે. ડૉક્ટર ગંગાખેડકરે કહ્યું કે દેશમાં ટેસ્ટ કિટની કોઇ ઉણપ નથી અને ચીન સહિત વિશ્વના બધાં જ દેશોમાં કિટ નિર્માતાઓ સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યું કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ફેઝમાં ન પહોંચવાને કારણે અત્યારે માસ લેવલ પર ટેસ્ટની જરૂર નથી.

તેમણે કહ્યું કે ભારતમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ ન હોવાને કારણે અત્યારે ભારતીય વેક્સીનનું પરીક્ષણ શક્ય નથી. પણ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજી પુણે કોરોનાની તપાસ માટે સસ્તી કિટ તૈયાર કરવા પર કામ કરી રહી છે.

શ્વાસની ગંભીર બીમારીઓથી પીડિત દરદીઓ પર ખાસ ધ્યાન
કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેઝમાં ન પહોંચવાનો દાવો કરતાં લવ અગ્રવાલે કહ્યું કે જે પણ વિસ્તારમાં આ કેસ મળી રહ્યા છે, તેમના પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં એક-બે કેસ પણ મળ્યા છે, ત્યાં સ્થાનિક જિલ્લા તેમ જ રાજ્ય પ્રશાસનની મદદથી વિશેષ ટીમ તૈયાર કરી સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. વધારે કેસ મળવાની સ્થિતિમાં કેન્દ્રીય ટીમને ત્યાં મોકલવામાં આવે છે. સુપરવિઝન દગૃરમિયાન કેસ મળતી જગ્યાના એક મોટા વિસ્તારની ઓળખ કરી ત્યાં શ્વાસની બીમારીથી પીડિત દરદીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી એ જોઇ શકાય કે તે વિસ્તારમાં કોરોના વાયરસ કોમ્યુનિટી સ્તર સુધી તો નથી પહોંચ્યું ને. પણ ભારતમાં અત્યાર સુધી આની કોઇ જ સાબિતી મળી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK