કચ્છી વેપારીની વિલે પાર્લેની દુકાનમાં ફ્રી ફૂડના વાઇરલ મેસેજથી બબાલ

Published: Mar 21, 2020, 07:45 IST | Shirish Vaktania | Mumbai

કોરોના વાઇરસને લીધે દરરોજ નવા-નવા મેસેજ ફરી રહ્યા છે એવામાં એક ખોટા મેસેજે વિલે પાર્લેના ગાલા સુપર માર્કેટને હેરાન-પરેશાન કરી દીધી હતી.

ગાલા સુપર માર્કેટ
ગાલા સુપર માર્કેટ

કોરોના વાઇરસને લીધે દરરોજ નવા-નવા મેસેજ ફરી રહ્યા છે એવામાં એક ખોટા મેસેજે વિલે પાર્લેના ગાલા સુપર માર્કેટને હેરાન-પરેશાન કરી દીધી હતી. કોરોનાને કારણે દૈનિક આવક પર જીવતા લોકોને મદદ કરવાના ભાગરૂપે વિલે પાર્લેની ગાલા સુપર માર્કેટ દ્વારા મફતમાં ફૂડ આઇટમ્સ આપવામાં આવશે એવા મેસેજને પગલે ગઈ કાલે સવારથી સુપર માર્કેટની બહાર અંદાજે ૨૦૦૦ લોકોની લાઇન લાગી ગઈ હતી.

જુહુના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પંઢરીનાથ વાવ્હળે કહ્યું કે ‘મેસેજ મળતાં અમે દુકાનદારને કહી દીધું કે આવનાર લોકોને એન્ટરટેઇન ન કરે. ખોટા મેસેજ ફેલાવનાર સામે અમે કડક પગલાં લઈશું.’

સામા પક્ષે મેસેજ વાંચીને ખાલી થેલા લઈને દુકાને પહોંચેલા લોકોમાંની એક વ્યક્તિનું કહેવું છે કે ‘બધી જગ્યાએ કામ અટકી જતાં અમે બેકાર બન્યા છીએ. શુક્રવારે વહેલી સવારે મને મેસેજ મળ્યો અને હું ખાલી થેલા લઈને અહીં પહોંચી ગઈ. મેં તેમને મેસેજ પણ બતાવ્યો, પણ એ લોકોએ કહ્યું કે આ ખોટો મેસેજ છે.’

શું હતો મેસેજ?

જે લોકોનાં ઘર દૈનિક આવક પર ચાલે છે, પણ કોરોના વાઇરસને કારણે તેમની આવક અટકી ગઈ છે એવી વ્યક્તિઓને ગાલા સુપર માર્કેટમાંથી મફતમાં ફૂડ આઇટમ્સ મળી રહેશે.

ખોટો મેસેજ વાંચ્યા બાદ અંદાજે ૨૦૦૦ જેટલા લોકો સ્ટોર પર આવી પહોંચ્યા હતા. મફતમાં ફૂડ આપવાની અમે ક્યારેય જાહેરાત નથી કરી. મેં આ વિશે જુહુ પોલીસને જાણ કરી છે.

- રાજેશ ગાલા, ગાલા સુપર માર્કેટના માલિક

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK