ઉલ્હાસનગરની કોવિડ હૉસ્પિટલમાંથી બે રીઢા ગુનેગાર ગઈ કાલે બપોરે હૉસ્પિટલની બારીમાંથી નીચે ઊતરીને પલાયન થઈ જવાથી હૉસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. આરોપીઓને કોરોનાનું સંક્રમણ થવાથી અહીંની સરકારી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા હતા.
ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસના જણાવ્યા મુજબ મુકેશ ઉર્ફે આર્યન શ્રીધર જગતાપ અને કુણાલ ઉર્ફે અભિષેક બારક્યા નામના બે આરોપીની હિલ લાઈન પોલીસ દ્વારા ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ કસ્ટડીમાં હતા ત્યારે તેમને કોરોનાનું સંક્રમણ થતાં ઉલ્હાસનગરની એક સરકારી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા હતા. આજે બપોરે લંચ ટાઈમ પર તેઓ હૉસ્પિટલની બારીમાંથી ઝાડને પકડી નીચે ઊતરીને પલાયન થઈ ગયા હતા.
હિલ લાઈન પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ હૉસ્પિટલમાંથી પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે. ત્રણ ટીમ તેમને શોધી રહી છે.’
નંદુરબારમાં 150 ફૂટ ઉંડા ખાડામાં વાહન પડતા પાંચનુ મૃત્યુ, સાત ઈજાગ્રસ્ત
23rd January, 2021 14:46 ISTથાણેમાં 5થી 12માં ધોરણ માટે 27 જાન્યુઆરીથી ખુલશે સ્કૂલ, વાંચો વિગતો
23rd January, 2021 12:55 ISTવસઈ-વિરાર અવરજવર કરવી હોય તો હજી એક વર્ષ ટ્રાફિકનો ત્રાસ સહન કરવો પડશે
23rd January, 2021 11:34 ISTસીરમ ઇન્સ્ટિટ્યૂટની આગ એક અકસ્માત: શરદ પવાર
23rd January, 2021 11:31 IST