મુંબઈમાં આ વર્ષે સ્કૂલ નહીં ખૂલે

Published: 21st November, 2020 08:06 IST | Mumbai Correspondent | Mumbai

કોરોનાના જોખમમાં રસી સામાન્ય લોકોને ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી બીએમસી રિસ્ક લેવા નથી માગતી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આગામી સમયમાં કોરોના બીજી વાર ફેલાશે એવી શક્યતાના આધારે નિવેદન કરતી સરકાર રાજ્યમાં ૨૩ નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાની હતી; પરંતુ દિલ્હી, હરિયાણા, આંધ્ર પ્રદેશ તેમ જ અનેક રાજ્યોમાં કોરોનાએ ફરી એક વાર જનજીવનને ભરડામાં લીધું છે. સત્તાવાર માહિતી મુજબ રોજ કોરોનાના સંક્રમિત દરદીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એવા સંકટના સમયમાં મુંબઈમાં સ્કૂલો શરૂ કરવાનું સાહસ લેવું ભારે પડશે એવી સમજદારીથી સરકારે લોકોનાં સ્વાસ્થ્ય અને જીવન માટે ગંભીરતાથી સજાગ રહેવાનું પગલું અંતે લીધું છે.

કેન્દ્ર સરકારે સુરક્ષિતતાના નિયમોનું પાલન કરી સ્કૂલો શરૂ કરવાની અનુમતિ અપાયા પ્રમાણે રાજ્ય સરકારે એનું પાલન કરતાં સ્થાનિક પ્રશાસન દ્વારા સ્કૂલોના કર્મચારીઓની કોરોના ટેસ્ટ તેમ જ દરેક સ્કૂલ સૅનિટાઇઝ કરવાના નિર્ણય સાથે કાર્ય શરૂ કર્યું હતું. પરંતુ ગઈ કાલે ફરી મુંબઈમાં ૩૧ ડિસેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

સ્કૂલ એજ્યુકેશન પ્રધાન વર્ષા ગાયકવાડે ગઈ કાલે કહ્યું હતું કે ‘સ્કૂલ ખોલવા બાબતે સ્થાનિક સ્તરે સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય સ્થાનિક પ્રશાસન લઈ શકશે. આ માટે તેમણે કોવિડના તમામ નિયમાનું પાલન કરવાનું રહેશે. જે વિસ્તારમાં કોરોનાનો પ્રભાવ હશે ત્યાંની સ્કૂલો ચાલુ કરતાં પહેલાં સ્થાનિક કલેક્ટર, ડેવલપમેન્ટ અધિકારી અને શિક્ષણ અધિકારી સાથે વિચારવિમર્શ કરીને વિદ્યાર્થી અને શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખવાની સૂચના આપવામાં આવી છે.

રસી આવે ત્યાં સુધી સરકારે રાહ જોવી જોઈએ

નિષ્ણાતોના મતે વર્ક ફ્રૉમ હોમ અનુસાર ઑનલાઇન શિક્ષણ પદ્ધતિ પ્રમાણે ભણાવવાનું ચાલુ રહેશે. આ બંધના નિર્ણયથી ૧૭થી ૨૨ નવેમ્બર સુધીમાં સ્કૂલોના કર્મચારીઓને કોવિડ ટેસ્ટનાં કેન્દ્રો પર જવામાંથી રાહત મળી છે. એ માટે તપાસણી કેન્દ્રો પર ઓછા સમયમાં લાંબી લાઇનો લગાવવી પડી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે સતર્કતાનો નિર્ણય મુંબઈવાસીના હિતમાં છે. જ્યાં સુધી કોરોનાની રસી બજારમાં સર્વ સાધારણ લોકો માટે આસાનીથી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી સરકારે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય ન લેવો જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK