મુંબઈમાં માસ્ક ફરજિયાત, અન્યથા એક હજાર રૂપિયાનો દંડ

Published: Jun 30, 2020, 13:21 IST | Mumbai correspondent | Mumbai

બીએમસીએ મુંબઈગરાઓ માટે માસ્ક પહેરવો ફરજિયાત કરતાં માસ્ક વિના ઘરની બહાર નીકળનારાઓને એક હજાર રૂપિયાનો દંડ કરવાનો આદેશ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બીએમસીએ મુંબઈગરાઓ માટે માસ્ક પહેરવો ફરજિયાત કરતાં માસ્ક વિના ઘરની બહાર નીકળનારાઓને એક હજાર રૂપિયાનો દંડ કરવાનો આદેશ બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલે ઇશ્યુ કરેલા સરક્યુલરમાં જણાવાયું છે.

મુંબઈમાં કોરોનાનો ચેપ ઝડપી ગતિએ વધી રહ્યો હોવાથી હવે મુંબઈમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું હોવાથી માસ્ક વિના ઘરની બહાર નીકળનારાઓને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એવો આદેશ બીએમસીએ બહાર પાડ્યો છે.

તબક્કાવાર રીતે લૉકડાઉનમાં રાહત આપીને જનજીવન સામાન્ય કરતાં મિશન બિગીન અગેઇન હેઠળ સરકાર તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોકે અનેક લોકો લૉકડાઉનના નિયમોનું પાલન કરતા નથી. લોકો માસ્ક પહેર્યા વિના જ લટાર મારવા નીકળી પડે છે. પરિણામે બીએમસીએ ફરી એક વાર સાર્વજનિક સ્થળોએ, ટ્રાવેલિંગ કરતાં કે કોઈ પણ કામ માટે ઘરની બહાર નીકળતાં પહેલાં માસ્ક પહેરવો ફરજિયાત હોવાની સ્પષ્ટતા કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK