મુંબઈ: રાજ્યમાં વેન્ટિલેટરની ડિમાન્ડ સામે સપ્લાય ઓછી થઈ

Published: Jul 25, 2020, 07:23 IST | Dharmendra Jore | Mumbai

કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને કોવિડ-19ના સંદર્ભે અનેક મદદ જેમ કે દવા, N95 માસ્ક, પર્સનલ પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ) કિટની સપ્લાય કરી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને કોવિડ-19ના સંદર્ભે અનેક મદદ જેમ કે દવા, N95 માસ્ક, પર્સનલ પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ) કિટની સપ્લાય કરી છે. એ વિશેની માહિતી ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આરટીઆઇ દ્વારા કઢાવી હતી. જોકે એમાં એવું પણ જણાઈ આવ્યું હતું કે મહારાષ્ટ્રને અન્ય રાજ્યોની સરખામણીએ વધુ મદદ કરવામાં આવી છે.

આ માહિતી આપતાં કેન્દ્રના હેલ્થ ઍન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે ૧૦ જુલાઈ સુધીમાં મહારાષ્ટ્રને ૨૧.૮૪ લાખ N95 માસ્ક, ૧૧.૪૮ લાખ પીપીઈ કિટ, ૭૭.૨૦ લાખ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટૅબ્લેટ અને ૧૮૦૫ વેન્ટિલેટર કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યાં હતાં. આ સમય દરમ્યાન કેન્દ્ર દ્વારા દેશભરમાં ૨.૧૮ કરોડ N95 માસ્ક, ૧.૨૧ કરોડ પીપીઈ કિટ, ૬.૧૨ કરોડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટૅબ્લેટ અને ૯૧૫૦ વેન્ટિલેટરની સપ્લાય કરી છે.

અનિલ ગલગલીએ આ માટે પહેલાં ૧ મેએ અરજી કરીને માહિતી માગી હતી, પણ એ વખતે કેન્દ્ર સરકારે એ વિશે માહિતી આપવાનું ટાળ્યું હતું. એ પછી ફરીથી તેમણે માહિતી માગતાં આખરે કેન્દ્ર સરકારે ૧૦ જુલાઈ સુધી કરાયેલી સપ્લાયની માહિતી આપી હતી. અનિલ ગલગલીએ આ બાબતે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ બાબતની બધી માહિતી તેમની વેબસાઇટ પર મૂકવી જોઈએ જેથી લોકોને સરકારે કોવિડ-19 બાબતે લીધેલાં પગલાંની જાણ થાય અને એની પારદર્શિતા પણ જળવાઈ રહે.

આ પણ વાંચો : મુલુંડમાં 2500 લોકોએ વધુ વીજબિલની ફરિયાદ કરી

આરટીઆઇ હેઠળ મળેલી માહિતી મુજબ દરેક રાજ્યોની મળીને ૧૦ જુલાઈ સુધીમા ૧૭,૯૩૮ વેન્ટિલેટરની જરૂર હતી, પણ એની સામે માત્ર ૯૧૫૦ વેન્ટિલેટરની જ સપ્લાય થઈ શકી છે. મહારાષ્ટ્રને ત્યાર સુધીમાં ૧૭૭૦ વેન્ટિલેટરની જરૂર હતી જ્યારે કેન્દ્ર સરકારે એન ૧૮૦૫ વેન્ટિલેટર સપ્લાય કર્યાં હતાં. જ્યારે કર્ણાટકને ૧૦૨૦, આંધ્ર પ્રદેશને ૯૧૪, ઉત્તર પ્રદેશને ૮૧૧, રાજસ્થાનને ૭૦૬ અને તામિલનાડુને ૫૨૯ વેન્ટિલેટર આપવામાં આવ્યાં છે. ફક્ત છત્તીસગઢ, ઉત્તરાખંડ, ચંડીગઢ, પૉન્ડિચેરી અને ઓડિશાને તેમણે કરેલી માગણીના ૧૦૦ ટકા વેન્ટિલેટરની સપ્લાય કરી છે; જ્યારે સિક્કિમ, લક્ષદ્વીપ અને લદાખને એક પણ વેન્ટિલેટર અપાયાં નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK