મુંબઈ: મુલુંડની આ નર્સની સેવાને સલામ

Published: 21st September, 2020 10:37 IST | Mumbai Correspondent | Mumbai

પોતે કોવિડ સંક્રમિત હોવા છતાં જમ્બો સેન્ટરમાં દાખલ અન્ય ૨૫થી ૩૦ દરદીઓની રોજ સેવા કરે છે

કોરોનાની સારવાર લઈ રહેલી નીતા ગોરે.
કોરોનાની સારવાર લઈ રહેલી નીતા ગોરે.

કોરોના કોને થશે અને કેવી રીતે થશે એની કોઈને ખબર નથી, પણ કોરોનાથી ડરવું નહીં અને એનો સામનો કરવો એવો એક સુંદર મેસેજ મુલુંડ જમ્બો કોવિડ સેન્ટરમાં કાર્યરત નર્સ નીતા ગોરેએ આપ્યો છે. નીતા છેલ્લા ૯ દિવસથી કોરોનાની સારવાર લઈ રહી છે ત્યારે સારવાર દરમિયાન તે પોતાની સેવા કોવિડ સેન્ટરમાં ઍડ્મિટ ૨૫થી ૩૦ લોકોને રોજ આપી રહી છે.

મુલુંડ-વેસ્ટમાં આવેલા જમ્બો કોવિડ સેન્ટરમાં કાર્યરત નર્સ નીતા ગોરે જ્યારથી કોવિડ સેન્ટરનો પ્રાંરભ થયો ત્યારથી તે એક પણ દિવસની રજા લીધા વગર અહીં ફરજ બજાવી રહી છે, જેમાં હાલ સુધીમાં તેણે આશરે ૫૦૦ કરતાં વધુ કોવિડ દરદીઓની સારવાર કરી છે. કોવિડથી ન ડરતાં તેણે બિન્દાસ પોતાની ફરજ બજાવી છે.

નીતાને ૯ અને ૧૦ તારીખે તાવ અને અન્ય કોરોના સિમટમ લાગતાં તેણે કોવિડ ટેસ્ટ કરાવી હતી, જેમાં તેને કોવિડ પૉઝિટિવ આવ્યું હતું. એ બાદ તેના સેન્ટરમાં તેને ઍડ્મિટ કરાઈ હતી, પણ પોતાની જવાબદારી સંભાળતાં તેણે પહેલા દિવસથી જ કોરોના દરદીઓની સેવા કરવાની ચાલુ કરી દીધી હતી, કારણ કે એ જે વિભાગમાં હાલ સેવા આપી રહી છે એ તમામ પેશન્ટ્સ પણ કોરોના પૉઝિટિવ જ છે.

આ સંબંધે નીતા ગોરે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘કોરોનાથી જો તમે ડરી જશો તો એ તમારા પર હાવી થઈ જશે. એનાથી ડરો નહીં, પણ એનાથી લડો એવો મેસેજ હું લોકોને આપીશ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK