મુંબઈ : સોશ્યલ મીડિયાએ મૃત્યુ પામેલા જાહેર કરેલા ડૉક્ટર સાજા થઈ પરત ફર્યા

Published: Jun 26, 2020, 07:11 IST | Shailesh Bhatia | Mumbai

સોશ્યલ મીડિયા દ્વારા મૃત જાહેર કરાયેલા પશ્ચિમી વિસ્તારમાં રહેતા ડૉક્ટર કોરોના વાઇરસ સામે લગભગ ત્રણ અઠવાડિયાં સુધી લડત આપ્યા બાદ સાજા થઈને હેમખેમ પરત ફર્યા હતા.

ડૉ. વસંત શેનોય
ડૉ. વસંત શેનોય

સોશ્યલ મીડિયા દ્વારા મૃત જાહેર કરાયેલા પશ્ચિમી વિસ્તારમાં રહેતા ડૉક્ટર કોરોના વાઇરસ સામે લગભગ ત્રણ અઠવાડિયાં સુધી લડત આપ્યા બાદ સાજા થઈને હેમખેમ પરત ફર્યા હતા. સાંતાક્રુઝના શેનોયપરિવારની અગ્નિપરીક્ષા 28 મેની સાંજથી શરૂ થઈ હતી જ્યારે 62 વર્ષના ડૉ. વસંત શેનોયનું ઑક્સિજન-લેવલ ભયજનક હદે નીચું હતું. ડૉ. શેનોયની ગણના શહેરના સૌથી કુશળ જનરલ પ્રૅક્ટિશનર્સમાં થાય છે.

હું એકદમ સ્વસ્થ હતો, પરંતુ બીજો મત લેવા મેં મારા ડૉક્ટર મિત્રોને પૂછતાં મારા મિત્ર ડૉ. અભિષેક ભાર્ગવે શંકાસ્પદ હૅપી હાઇપોક્સિઆ હોવાનું નિદાન કર્યું, જે કોવિડ-19નું દુર્લભ અને ઘાતકી સ્વરૂપ છે એમ ડૉક્ટર શેનોયે જણાવ્યું હતું.

ત્યાર પછીના સાડાત્રણ કલાક હૉસ્પિટલોને ફોન કરીને ડૉક્ટર માટે બેડ શોધવા પ્રયત્ન કર્યો. આખરે ડૉક્ટરે સ્થાનિક ધારાસભ્ય અમિત સાટમની મદદ માગી. સાટમે અડધો કલાકની અંદર બીએમસી ઍમ્બ્યુલન્સ અને અંધેરી (વેસ્ટ)સ્થિત બ્રહ્માકુમારીના ગ્લોબલ હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં બેડની વ્યવસ્થા કરી આપી.

ડૉક્ટર શેનોયે જણાવ્યું હતું કે ‘સામાન્ય માનવીની અવદશા હું કલ્પી શકું છું. મારી પત્ની અને દીકરીઓ બન્ને ડૉક્ટર છે અને તેઓ હૉસ્પિટલમાં બેડ શોધવા બેબાકળાં થઈને ફોન કરી રહ્યાં હતાં. ટૂંક સમયમાં જ મારા અવસાનના સમાચાર ફેલાવા માંડ્યા અને લોકો મારા પરિવારના માનસિક આઘાતમાં ઉમેરો કરતાં હોય એમ સોશ્યલ મીડિયા પર આશ્વાસનોની ઝડી વરસાવવા માંડ્યા.’

પછીથી ડૉક્ટરની પુત્રી ડૉ. પ્રિયંકાએ સૌને મેસેજ કરીને પિતાના સ્વાસ્થ્ય વિશે જાણ કરી હતી. ડૉક્ટર પ્રિયંકાએ મેસેજ પાઠવ્યો હતો કે ‘તમે સૌ જાણો છો એમ મારા પિતા ડૉ. વસંત શેનોય હૉસ્પિટલમાં દાખલ છે. અત્યારે તેમની હાલત સ્થિર છે અને સૌકોઈની ધારણાથી વિરુદ્ધ કોઈ પણ સમયે તેઓ વેન્ટિલેટર પર નહોતા.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK