મલાડથી 70 કોરોના પૉઝિટિવ દર્દી ગાયબ પાલિકાએ પોલીસની મદદથી શરૂ કરી શોધ

Published: Jun 24, 2020, 07:14 IST | Mumbai Correspondent | Mumbai

૧૦૦૦ કોરોના સંક્રમિત દરદીઓ લાપતા છે : સંસદસભ્ય કિરીટ સોમૈયાનો દાવો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ મલાડ પી-ઉત્તર વૉર્ડ સૂચિમાં ૭૦ ગુમ થયેલા કોરોના દરદીઓની સૂચિ તૈયાર કરી છે. જોકે સૂચિમાં પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીની સંખ્યા સામેલ છે, જેમાં પાલિકાનું વિચિત્ર મૅનેજમેન્ટ જાહેરમાં આવ્યું છે. પી-ઉત્તર વૉર્ડના પ્રભાગ સમિતિના અધ્યક્ષ અને કૉર્પોરેટર વિનોદ મિશ્રાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. મૂંઝવણ ત્યારે ઉદ્ભવી હતી જ્યારે સંબંધિત યાદીમાં લોકોનો સંપર્ક નંબર બંધ હતો, એ સાથે તેમણે આપેલાં સરનામે તાળાં લાગેલાં હતાં.

આ બધા કોરોના વાઇરસ દરદીઓ મલાડ પી-નોર્થ વૉર્ડના છે અને છેલ્લા ત્રણ મહિનાથી ગુમ છે. જ્યારે બીએમસી અધિકારીઓ તેમનાં ઘરો પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે કેટલાંક મકાનો લૉક છે, કેટલાકે ખોટાં સરનામાં આપ્યાં હતાં, જ્યારે બાકીનાએ તેમના ફોન બંધ કર્યા હતા. હવે પોલીસ કૉલ ડિટેઇલ રેકૉર્ડ (સીડીઆર)ની મદદથી તેમની શોધ કરી રહી છે. બીએમસીએ પોલીસને જણાવ્યું હતું કે તેઓની શોધ કરવી જરૂરી છે, કારણ કે તે અન્ય લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે.

આ સંબધી કિરીટ સોમૈયા સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે મારી માહિતી પ્રમાણે લૉકડાઉન ખૂલ્યા બાદ આખા મુંબઈમાં એક હજાર કોરોના પૉઝિટિવ દરદીઓ ટ્રેસેબલ નથી. મેં પાલિકા પાસે માગણી કરી છે કે મને લૉકડાઉન બાદ કેટલાના કોરોના પૉઝિટિવ આવ્યા અને આમાંના કેટલાકનો ઇલાજ ચાલુ છે કે પછી થઈ ગયો છે એની માહિતી મને આપે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK