ગુજરાતમાં ઉત્તરાણને પણ નડશે કોરોના: ધાબા પર માત્ર પરિવારના ૫-૭ લોકો જ પતંગ ચગાવી શકશે

Published: 4th January, 2021 15:12 IST | Gujarati Mid-day Correspondent | Gandhinagar

નાયબ મુખ્ય પ્રધાને કહ્યું, ઉત્તરાયણમાં ૫૦ લોકોને એક ધાબા પર એકઠા થવાની મંજૂરી મળશે નહીં, રાજ્યનો પતંગ મહોત્સવ પણ થયો રદ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અમદાવાદમાં રામદેવનગરસ્થિત સેવાભાવી સંસ્થા ‘સદવિચાર’માં મોક્ષવાહિની રથનું લોકાર્પણ કરવા આવેલા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના વૅક્સિનેશન અને ઉત્તરાયણની ઉજવણી અંગે મહત્ત્વપૂર્ણ વાતચીત કરી હતી. ઉત્તરાયણની ઉજવણી અંગે નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે કોરોનાને લઈને રાજ્ય સરકારે રાજ્યની ઓળખ સમાન પતંગ મહોત્સવ ન ઊજવવાનું નક્કી કર્યું છે. તેમ છતાં, નાગરિકો ઉત્તરાયણ ઊજવી શકે એ માટે જરૂરી છૂટછાટ અંગે કૉર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાશે તેમ જ પતંગ ચગાવવાને લઈને પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. લોકો પોતાના ઘર કે ધાબા પરથી કેવી રીતે પતંગ ઉડાવી શકે અને કેટલા લોકો ભેગા થઈ શકે એની જાહેરાત કરશે.

ધાબાઓ પર કે પોળોમાં ૫૦ લોકો ભેગા થઈ પતંગ ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK