કોરોના ઇફેક્ટઃ બ્રિટનના વડાપ્રધાનનો ભારત પ્રવાસ રદ

Published: 6th January, 2021 14:48 IST | Gujarati Mid-day Correspondent | London

જોનસન પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ હતા

બૉરિસ જૉનસન
બૉરિસ જૉનસન

કોરોના કાળમાં આ વખતનો ગણતંત્ર દિવસ ઘણો જ અલગ હશે. આ વખતે બ્રિટિશ પીએમ બૉરિસ જૉનસન ભારત પ્રવાસે આવવાના હતા અને પ્રજાસત્તાક દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેવાના હતા. બ્રિટિશ પીએમ બૉરિસ જોનસને ગઈ કાલે સવારે પીએમ મોદી સાથે ફોન પર વાત કરીને ભારત પ્રવાસે આવવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. બોરિસ જોનસને પીએમ મોદીને કહ્યું કે, ગત રાત્રે કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે લોકડાઉન લગાવવું પડ્યું છે, આ કારણે તેમનું આવા સમયે દેશમાં રહેવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ભારતે પ્રજાસત્તાક દિવસ માટે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉનસનને સમારંભના મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતુ, જેને જોનસને ડિસેમ્બરમાં સ્વીકાર્યું હતુ. તેમની ઑફિસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ઝડપથી કેસ વધી રહ્યા છે. આવામાં કહેવામાં આવી રહ્યું છે કે યુકેએ વધતા કેસોને જોઇને આ પગલું ઊઠાવ્યું છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ઝડપથી ફેલાવાના ખતરાને જોતા બ્રિટને સખ્ત લોકડાઉન લાગુ કર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK