Corona Effect : મુંબઇ શાળાઓમાં અમર્યાદિત સમય માટે રજા

Published: Mar 12, 2020, 19:44 IST | Mumbai Desk

કર્ણાટક, કેરળ અને દિલ્હીની શાળાઓમાં કોરોના વાયરસને કારણે શાળાઓમાં 31 માર્ચ સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઇમાં કોરોનાના બે કેસ પૉઝિટીવ અને 68 કેસ આખા ભારતમાં પૉઝિટીવ મળ્યા છે. કોરોના વાયરસને જ્યારે WHOએ વૈશ્વિક કટોકટી જાહેર કરી છે ત્યારે મુંબઇની કેટલીક શાળાઓમાં ખાસ કરીને પ્રાથમિક વિભાગમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઇમાં કોરોના વાયરસના બે કેસ પૉઝિટીવ મળ્યા બાદ થાણામાં આવેલી ઑર્કિડ- પ્રીસ્કૂલના બાળકોના વાલીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સ્વૈચ્છિક રીતે બાળકને શાળામાં મોકલવાના મામલે નિર્ણય લઈ શકશે. તો દહિસરની રુસ્તમજી શાળામાં અમર્યાદિત સમય માટે રજા આપી દેવામાં આવી છે. હવે સ્કૂલ સીધી જૂનમાં જ શરૂ કરવામાં આવશે. આ નિર્ણયને પગલે પરીક્ષાઓ પણ કેન્સલ થશે તે સ્વાભાવિક છે, અને અત્યાર સુધીમાં લેવાયેલી પરીક્ષાને આધારે સરેરાશ પરિણામો નક્કી કરીને જાહેર કરાશે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક, કેરળ અને દિલ્હીની શાળાઓમાં કોરોના વાયરસને કારણે શાળાઓમાં 31 માર્ચ સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે.

નોંધનીય છે કે દિલ્હીમાં સિનેમાઘરો, શાળાઓ 31 માર્ચ સુધી બંધ રાખવાની સરકારે જાહેરાત કરી દીધી છે. તો ધરમશાળામાં રમાનારી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આગામી બે મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK