મુંબઈ : અંધેરી ક્વૉરન્ટીન સેન્ટરના પેશન્ટને મળી સરપ્રાઇઝ

Published: 17th August, 2020 08:12 IST | Gaurav Sarkar | Mumbai

કે-વેસ્ટ વૉર્ડમાં અંધેરી (વેસ્ટ)માં આવેલા લક્ષ્મી બિઝનેસ પાર્કસ્થિત બીએમસી સંચાલિત ક્વૉરન્ટીન સુવિધામાં સેન્ટરના ૭૦ પેશન્ટો, સ્ટાફ અને ડૉક્ટરો ૭૪મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં જોડાતાં શનિવારે આનંદ અને ઉજવણીનું વાતાવરણ સર્જાયું હતું.

અંધેરી (વેસ્ટ)માં આવેલા ક્વૉરન્ટીન સેન્ટરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા પેશન્ટ.

તિરંગાના રંગોનાં વસ્ત્રો પહેરેલા પેશન્ટોએ બાલ્કનીમાં ઊભા રહીને રાષ્ટ્રગીત ગાયું તેમ જ ધ્વજવંદન કર્યું હતું.

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની ઘટના દરદીઓ માટે આશ્ચર્યજનક હતી, જે ૩૨૦ બેડવાળા કોવિડ કૅર સેન્ટર 2 સુવિધાના ડૉક્ટરો અને સ્ટાફ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. સુવિધાનાં ઇન્ચાર્જ ડૉક્ટર કુસુમ ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘ડૉક્ટર શમીમ કમલ, ડૉક્ટર મનીષા જાધવ અને મારા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી દરદીઓ ખૂબ ઉત્સાહિત થયા. અમે તેમને ધ્વજ આપ્યા અને તેમને બાલ્કની પર એકઠા થવા કહ્યું જ્યારે ડૉક્ટરો, નર્સો, વૉર્ડબૉય્ઝ, સિક્યૉરિટી તેમ જ હાઉસકીપિંગ અને અન્ય સ્ટાફ બહાર હાજર રહ્યો હતો. અમે વંદે માતરમ ગાયું અને જલેબી અને સમોસાનું વિતરણ કર્યું. આ ઉજવણી કરતાં અમને ખૂબ જ આનંદ અને દેશભક્તિનો અનુભવ થયો હતો.’

Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK