Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વાઈરસ અપડેટ: ઑક્ટોબરમાં કોવિડ હિટ

કોરોના વાઈરસ અપડેટ: ઑક્ટોબરમાં કોવિડ હિટ

14 October, 2020 07:51 AM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

કોરોના વાઈરસ અપડેટ: ઑક્ટોબરમાં કોવિડ હિટ

કોરોના વાઈરસ અપડેટ

કોરોના વાઈરસ અપડેટ


મુંબઈ મહાનગરપાલિકાના કોરોના-ઇન્ફેક્શનના કેસના આંકડામાં સપ્ટેમ્બર મહિનાની તુલનાએ આ મહિનામાં ઍક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ નવા કેસ ઉમેરાવાનો સિલસિલો યથાવત્ છે. નવા કેસ ઑગસ્ટ મહિનાની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં બમણા નોંધાયા હતા અને હજી નવા કેસમાં વૃદ્ધિ થતી રહે છે. ગણેશચતુર્થી પછી કોરોના-ઇન્ફેક્શનના દરદીઓમાં નોંધપાત્ર વધારો થયો અને સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં શહેરમાં ઍક્ટિવ કેસની સંખ્યા ૩૪,૦૦૦ હતી. હાલમાં ઍક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૨,૦૦૦ પર પહોંચી હોવા છતાં નવા દરદીઓનો ઉમેરો થવાનો પ્રવાહ ધીમો પડતો નથી.

મે મહિનાથી ઑગસ્ટ મહિના સુધીમાં સરેરાશ દર મહિને ૩૧,૦૦૦થી ૩૭,૦૦૦ નવા કેસ ઉમેરાતા રહ્યા છે. એનો અર્થ એવો થાય છે કે આ સમયગાળામાં દરરોજ ૧૦૦૦ કેસ ડિટેક્ટ થતા રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં એ આંકડો ૬૦,૫૪૭ પર નોંધાતાં રોજની સરેરાશ ૨૦૧૮ પર પહોંચી હતી. ઑક્ટોબર મહિનાની ૧થી ૧૧ તારીખના સમયગાળામાં રોજના નવા દરદીઓનો સરેરાશ આંકડો ૨૧૪૩નો રહ્યો છે.



પાલિકાના આરોગ્ય ખાતાના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ‘જેમ ટેસ્ટ કરવાનાં પ્રમાણ અને વ્યાપ વધે છે એમ નવા કેસ વધારે નોંધાય એ સ્વાભાવિક બાબત છે. ટેસ્ટમાં ઍસિમ્પ્ટોમૅટિક કેસ પણ નોંધાય છે. ટૂંકા ગાળા માટે નવા દરદીઓની સંખ્યામાં ફેરફાર હોઈ શકે છે, પરંતુ વિષાણુઓના પ્રસાર પર નિયંત્રણ અને કેસ ડિટેક્ટ થયા પછી દરદીઓને સત્વર સારવાર આપવાની જરૂર છે.’



ગયા મહિનાની સરખામણીએ ઍક્ટિવ કેસના પ્રમાણ ઉપરાંત ડબલિંગ રેટ પણ ઘટ્યો છે. ડબલિંગ રેટ અગાઉ ૫૮ દિવસનો હતો, એ હવે ૬૯ દિવસનો થયો છે. રિકવરી રેટ (દરદીઓ સાજા થવાનું પ્રમાણ) ગયા મહિને ૭૪ ટકા હતો એ આ મહિને વધીને ૮૫ ટકાએ પહોંચ્યો છે.
- ઇકબાલ સિંહ ચહલ, બીએમસીના કમિશનર

નવા કેસ કેટલા નોંધાયા?


મે 32,590
જૂન 37,733
જુલાઈ 37,090
ઑગસ્ટ 31,518
સપ્ટેમ્બર 60,547
ઑક્ટોબર(૧થી ૧૧) 23,576

ટેસ્ટિંગનું પ્રમાણ

મહિનો રોજના સરેરાશ પૉઝિટિવ રિપોર્ટનું
ટેસ્ટનું પ્રમાણ પ્રમાણ
જુલાઈ 6399 18.7 ટકા
ઑગસ્ટ 7801 13 ટકા
સપ્ટેમ્બર 11,796 17.1 ટકા
ઑક્ટોબર(૧થી ૧૧) 12,848 16.7 ટકા

ટેસ્ટિંગ વધ્યું

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે દરેક વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર્સને ઍન્ટિજન ટેસ્ટ તથા RTPCR ટેસ્ટનું પ્રમાણ વધારવાની સૂચના આપી છે. ટેસ્ટિંગનું પ્રમાણ રોજનું ૨૦૦૦ સુધી લઈ જવાનો લક્ષ્યાંક કમિશનરે અસિસ્ટન્ટ કમિશનર્સ તથા આરોગ્ય ખાતાના અધિકારીઓને સોંપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2020 07:51 AM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK