સળંગ ૧૦ દિવસ સુધી કોરોનાના દૈનિક ૫૫૦ કેસ નોંધાયા બાદ શહેરમાં સતત બીજા દિવસે સંક્રમણમાં ઉછાળો જોવા મળ્યો છે અને દૈનિક કેસનો આંક ગુરુવારે ૭૦૦ને પાર થયો હતો. શહેરમાં તેમ જ રાજ્યમાં મૃત્યુઆંક ઘટી રહ્યો છે, પણ છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૩૫૦૯ કેસ નોંધાયા છે.
શહેરમાં ગુરુવારે કુલ ૯૮૦ દરદીઓ સાજા થયા હતા. મુંબઈમાં ડિસેમ્બરના પ્રથમ પખવાડિયામાં રોજના આશરે ૭૦૦થી ૭૫૦ કેસ નોંધાતા હતા. બીજા પખવાડિયામાં આ સંખ્યા ઘટીને દૈનિક ૫૦૦ કેસ પર પહોંચી હતી, પરંતુ બુધવારે અને ગુરુવારે શહેરમાં ફરી ૭૦૦ કરતાં વધુ કેસ નોંધાયા હતા. શહેરમાં નોંધાયેલાં ૯ મૃત્યુમાંથી ૭ કો-મોર્બિડિટી ધરાવતાં હતાં અને તમામ દરદીઓ ૬૦ વર્ષ કરતાં વધુ વયના હતા. શહેરનો રિકવરી-રેટ ૯૩ ટકા થયો છે અને અત્યારે લગભગ ૮૦૧૪ જેટલા ઍક્ટિવ દરદીઓ છે.
રાજ્યમાં કોરોનાના કુલ ૩૫૦૯ નવા કેસ નોંધાયા હતા, જેમાંથી ૧૨૦૦ કેસ મુંબઈ સહિત એમએમઆરમાંથી હતા. લગભગ ૭૭૯ કેસ અને ૨૦ મોત પુણેમાં નોંધાયાં હતાં અને નાશિકમાં ૫૦૫ કેસ અને ૬ મૃત્યુ નોંધાયાં હતાં. એમએમઆરમાં મુંબઈ પછી થાણેમાં સૌથી વધુ ૧૪૦ કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોનાના કુલ ૧૯.૩૨ ટકા કેસ નોંધાયા છે અને એનો રિકવરી-રેટ ૯૪.૬ ટકા છે. ગુરુવારે કુલ ૩૬૧૨ દરદીઓ સાજા થયા હતા, ત્યારે વર્તમાન સમયમાં રાજ્યમાં ૫૩,૦૦૦ ઍક્ટિવ દરદીઓ છે.
મલાડના કચ્છી યુવકનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો
18th January, 2021 09:53 ISTવૅક્સિનેશન ડ્રાઇવના પહેલા દિવસે બીએમસીના સ્ટાફે રાખી લાજ
18th January, 2021 09:49 ISTગુજરાતી ભાષાના સાહિત્યસર્જનને પ્રોત્સાહન આપવા દર વર્ષે અપાશે એક વિશેષ પુરસ્કાર
18th January, 2021 08:23 ISTવસઈ પાસે ટ્રક બંધ પડી જતાં બે કલાક હાઇવે જૅમ
18th January, 2021 08:21 IST