Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનમાં મુંબઈના યુવાનોએ ગામમાં પાંચ લાખનું કામ મેળવ્યું

લૉકડાઉનમાં મુંબઈના યુવાનોએ ગામમાં પાંચ લાખનું કામ મેળવ્યું

19 May, 2020 09:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉકડાઉનમાં મુંબઈના યુવાનોએ ગામમાં પાંચ લાખનું કામ મેળવ્યું

સિંધુદુર્ગમાં પાણીની પાઇપલાઇનનું સમારકામ કરતા મુંબઈના યુવકો.

સિંધુદુર્ગમાં પાણીની પાઇપલાઇનનું સમારકામ કરતા મુંબઈના યુવકો.


કોરોનાને કારણે દેશભરમાં કેસ વધવાથી સતત લૉકડાઉન આગળ વધારાઈ રહ્યું છે ત્યારે મોટા ભાગના લોકો ઘરમાં બેસીને ટાઇમપાસ કરે છે ત્યારે ગામમાં અટકી ગયેલા મુંબઈના સાત યુવાને ગામમાં પાણીની પાઇપલાઇન નાખવાનું ગ્રામ પંચાયતનું ટેન્ડર મેળવીને કમાણી કરી હોવાનું જાણવા મળ્યું છે.

મળેલી માહિતી મુજબ મુંબઈ રહેતા સાત યુવક હોળી અને ગૂડીપાડવાની ઉજવણી કરવા માટે તેમના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા માળવણ-પળસંબ ખાલચીવાડી નામના ગામમાં ગયા હતા. આ દરમ્યાન દેશભરમાં લૉકડાઉન લાગુ કરાતાં આ યુવાનો ગામમાં જ અટકી ગયા હતા.



થોડા સમયમાં યુવાનો કંટાળ્યા હતા, પરંતુ તેમને જાણ થઈ હતી કે વાડીમાં નળ યોજનાનું સમારકામ કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા ટેન્ડર બહાર પડ્યાં છે. તેમણે સરપંચને મળીને પોતે આ કામ કરવા માગતા હોવાનું કહીને ટેન્ડર ભર્યું હતું.


પોતાના ગામના જ યુવાનો કામ કરવા માગતા હોવાનું જાણીને સરપંચે તેમને આ ટેન્ડર આપતાં યુવાનો પોતાના ઘરની નજીકમાં નળની પાઇપલાઇનનું કામ કરવા લાગ્યા છે. શહેરમાં અત્યારે કામ નથી અને ગામમાં જ કામ મળી ગયું હોવાથી આ યુવાનોએ હવે ગામને જ કર્મભૂમિ બનાવીને અહીં જ રહેવાનો નિરધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

લૉકડાઉનને લીધે એક તરફ લાખો પરપ્રાંતીયની સાથે અન્ય આવક બંધ થવાથી પરેશાન છે ત્યારે આ સાત યુવકની જેમ ગામમાં જ કામ કરવા લાગે તો તેઓ આજની કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2020 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK