મુંબઈ : પ્રાઇવેટ અને સહકારી બૅન્કોના કર્મચારીઓને લોકલમાં પ્રવાસની છૂટ

Published: 20th September, 2020 10:45 IST | Rajendra B Aklekar | Mumbai

મહારાષ્ટ્ર સરકારના નિર્દેશોને અનુસરતાં પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેએ મુંબઈની ઉપનગરીય ટ્રેનોમાં પ્રાઇવેટ અને કો-ઓપરેટિવ બૅન્કોના કર્મચારીઓને આવશ્યક સેવા અંતર્ગત પ્રવાસની છૂટ આપી છે.

લોકલ ટ્રેન
લોકલ ટ્રેન

મહારાષ્ટ્ર સરકારના નિર્દેશોને અનુસરતાં પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેએ મુંબઈની ઉપનગરીય ટ્રેનોમાં પ્રાઇવેટ અને કો-ઓપરેટિવ બૅન્કોના કર્મચારીઓને આવશ્યક સેવા અંતર્ગત પ્રવાસની છૂટ આપી છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સંજય કુમારના નિર્દેશ અનુસાર મુંબઈ શહેર તેમજ મુંબઈ મેટ્રોપોલિટન રિજન(MMR)ની બૅન્કોના કુલ સ્ટાફના ૧૦ ટકા લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે. સંજય કુમારના નિર્દેશ મુજબ પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે તરફથી તાત્કાલિક અમલમાં આવે એ રીતે પ્રવાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી ક્યુઆર કોડ મેળવી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ક્યુઆર કોડ ન મળે ત્યાર સુધી વેલિડ આઇડેન્ટિટી કાર્ડ બતાવીને સ્ટેશનો પર પ્રવેશ મેળવી શકાશે. મહત્વના રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ માટે વધારાના બુકિંગ કાઉન્ટર્સ પણ શરૂ કરવામાં આવશે. એસેન્શિયલ સર્વિસીસ ટ્રેનો લિમિટેડ કેટેગરીઝ માટે ઉપલબ્ધ છે. એ કેટેગરીઝમાં આવતા લોકોએ તેમના ઑફિસ આઇડેન્ટિટી કાર્ડ્સ સાથે સંલગ્ન ક્યુઆર કોડ બેઝ્ડ ઇ-પાસ મેળવવા જરૂરી છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK