Coronavirus Effect: લૉકડાઉનમાં ફુલો કરમાયાં,4500 કરોડથી વધુ નુકસાનની વકી

Updated: Apr 06, 2020, 15:08 IST | Gujarati Mid-Day Online Correspondent | Delhi

15 દિવસથી ખેડૂતોએ ફુલોની કાપણી અટકાવી છે અને જૂન સુધીમાં ફુલોનો ધંધો વધે તેવી કોઇ શક્યતા નથી. પંજાબ લુધિયાણા પાસે ગુલાબો, જર્બેરા, કાર્નેશિયનની ખેતી કરનારાઓ રોજનાં 5થી7 હજાર ફૂલો ફેંકી દે છે અને કેરળનાં ખેડૂતો જે ઓર્કિડ્ઝ, હેલિકોનિયા વગેરેની ખેતી કર

ફુલોની ખેતી કરનારા અને વેપારીઓ માટે ધંધો કરમાયો
ફુલોની ખેતી કરનારા અને વેપારીઓ માટે ધંધો કરમાયો

કોરોનાવાઇરસને લીધે થયેલા લૉકડાઉનમાં ભલભલાનાં ધંધાપણી પર અસર થઇ છે. જે લોકો ફુલોનાં વ્યાપારી છે તેમને માટે પણ બહુ મુશ્કેલ સમય છે કારણકે ફુલોની ખેતી કરનારાઓ પાક એકઠો નથી કરી શકવાના કે એકઠો કરે તો વ્યાપારીઓ સુધી પહોંચાડી નથી શકવાનાં. કોરોનાને કારણે લગ્નોમાં ડેકોરેશન માટે વપરાતા ફૂલોનાં બિઝનેસને જ લગભગ 4000 કરોડનું નુકસાન થયું છે.આ તરફ ગુલાબ વગેરેની ખેતી કરનારાઓ પાસે દોઢ-બે લાખ ગુલાબોનો જથ્થો તો હતો પણ લૉકડાઉનમાં માંગ જ બંધ થઇ જતા તેમણે 10 લાખ રૂપિયાના ગુલાબ ફેંકી દેવા પડ્યા.15 દિવસથી ખેડૂતોએ ફુલોની કાપણી અટકાવી છે અને જૂન સુધીમાં ફુલોનો ધંધો વધે તેવી કોઇ શક્યતા નથી.પંજાબ લુધિયાણા પાસે ગુલાબો, જર્બેરા, કાર્નેશિયનની ખેતી કરનારાઓ રોજનાં 5થી7 હજાર ફૂલો ફેંકી દે છે અને કેરળનાં ખેડૂતો જે ઓર્કિડ્ઝ, હેલિકોનિયા વગેરેની ખેતી કરે છે તેમનાં ફૂલો પણ એમ જ પડ્યા રહ્યા છે.

ધાર્મિક સ્થળો પણ બંધ છે પછી તે કોઇપણ ધર્મનાં હોય જેને કારણે ફુલોનું વેચાણ થવાની કોઇ શક્યતા જ નથી.KPMGનાં એક રિપોર્ટ મુજબ દેશમાં લગ્નોમાં સજાવટની પાઠળ જ 18,750 કરોડ ખર્ચવામાં આવે છે અને ડેકોરેશનમાં 11,250 કરડોથી ફૂલોનો જ ખર્ચ હોય છે.અત્યારે મેરેજ માર્કેટમાં 65 ટકા મંદી થવાની છે ત્યારે ફુલોનું માર્કેટ પણ નુકસાન વેઠશે.વૈષ્ણવ દેવી હોય કે પછી શ્રીનાથજી હોય કે અંબાજી બધા મંદિરો બંધ છે અને માટે જ અહીં પણ ફુલોનો વેપાર થવાનો નથી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK