Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 93 વર્ષના વૃદ્ધે કોરોનાને માત આપતાં ડૉક્ટરોની આંખમાં આવ્યા હર્ષના આસું

93 વર્ષના વૃદ્ધે કોરોનાને માત આપતાં ડૉક્ટરોની આંખમાં આવ્યા હર્ષના આસું

01 April, 2020 10:09 AM IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

93 વર્ષના વૃદ્ધે કોરોનાને માત આપતાં ડૉક્ટરોની આંખમાં આવ્યા હર્ષના આસું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેરળમાં ૯૩ વર્ષના એક વૃદ્ધ અને તેમનાં 88 વર્ષનાં પત્નીને સોમવારે કોરોનાથી સ્વસ્થ થઈને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો હતો. વાસ્તવમાં ૯૩ વર્ષની વયે માણસનું શરીર બીમારીઓ સામે લડવા અક્ષમ હોય છે એવામાં ડૉક્ટર પણ હિંમત હારી ગયા હતા છતાં જીવલેણ બીમારીમાંથી ઊગરવું એ કોઈ ચમત્કારથી કમ નથી. આ વૃદ્ધ દંપતી સાથે તેમનો પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર તથા તેમની સાથે જ દાખલ થયેલાં અન્ય સગાંસંબંધીઓને પણ ડિસ્ચાર્જ કરાયાં હતાં. આ દંપતી ૨૯ ફેબ્રુઆરીએ ઇટલીથી આવ્યું હતું તથા પાંચમી માર્ચે આ પરિવાર હૉસ્પિટલમાં દાખલ થયો હતો. આ દરમ્યાન તેમને ડાયાબિટીઝ અને હાઇપર ટેન્શનની તકલીફ પણ હતી. ઇન્ફેક્શનની સારવાર દરમ્યાન કાકાને હાર્ટ-અટૅક પણ આવ્યો હતો છતાં તેઓ ઊગરી ગયા. લાંબો સમય હૉસ્પિટલમાં રહેવાથી ડૉક્ટરોને પણ તેમનાથી લગાવ થઈ ગયો હતો.

તેને વિદાય આપવા હૉસ્પિટલના દરવાજા સુધી પહોંચેલા તેમનો ઇલાજ કરનાર ડૉક્ટર અને હૉસ્પિટલનો સ્ટાફ પોતાનાં આંસુ રોકી નહોતાં શક્યાં. સારવાર દરમ્યાન તેમને હાર્ટ-અટૅક આવ્યો તેમ જ વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા, પણ આખરે કોરોના વાઇરસ સામેની લડતમાં તેઓ જીતી ગયા.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 10:09 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK