Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Corona Virus: રેલ્વેની કામગીરી યથાવત ચાલશે

Corona Virus: રેલ્વેની કામગીરી યથાવત ચાલશે

17 March, 2020 06:10 PM IST | Mumbai
Rajendra Aklekar

Corona Virus: રેલ્વેની કામગીરી યથાવત ચાલશે

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે


સોમવારે રેલવે અધિકારીઓ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે કરેલી એક વિશેષ બેઠકમાં કહ્યું કે લોકલ સહિતની બધી જ ટ્રેઇન્સ શેડ્યુલ પ્રમાણે ચાલશે અને તેઓ કોરનાવાઇરસ સામેની લડત માટે લેવાયેલા તમામ પગલાંઓને પણ અનુસરશે.
સુત્રો અનુસાર ઉદ્ધવ ઠાકરેએ રેલવે મેનેજર્સની એક ખાસ બેઠક બોલાવી હતી અને રેલવે સર્વિસની ફ્રિકવન્સી ઘટાડવા જેવી કોઇ શક્યતાઓ છે કે નહીં તે મુદ્દાની ચર્ચા આ બેઠકમાં કરાઇ હતી. જો કે રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે આ શક્ય નથી કારણકે તેમ થવાથી ભીડનું જોખમ વધવાની પુરી શક્યતા છે જેને લીધે વધારે અફરાતફરી ફેલાશે. તેમણે વધુમાં કહ્યું કે રેલવે સર્વિસ ત્યારે જ બંધ કરી શકાય કે ઘટાડી શકાય જ્યારે સંપૂર્ણ લોક ડાઉનની સ્થિતિ હોય. આવા સંજોગોમાં જ કેન્દ્ર સરકારનું રેલવે મંત્રાલય અંતિમવાદી નિર્ણય લે. અધિકારીઓએ મુખ્યમંત્રીને કહ્યું કે તેણે રેલવે સ્ટેશન પર થુંકનારાઓ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું હતું અને ભારે દંડની વસુલાત કરવાની શરૂઆત પણ કરી દીધી હતી. મુંબઇ ડિવિઝનનાં સેન્ટ્રલ રેલવેએ આ પ્રકારનાં જાહેરમાં થુંકનારાઓના ૧૩૮ કેસિઝ ૧ માર્ચથી ૧૦ માર્ચની વચ્ચે પકડ્યા હતા અને ૧૩,૯૦૦ રૂપિયાનો દંડ એકઠો કર્યો છે.

ટુરિસ્ટે બસ ઓપરેટર્સે જણાવ્યું છે કે તેઓ પણ બહુ માઠી અસરમાં છે અને સરકારે ટુર્સ બંધ કરવાનો ઓર્ડર આપ્યો હોવાથી ટ્રાવેલ્સ અને સ્કૂલ બસ સુદ્ધાં બંધ થઇ જવાથી રોજની ૧૫૦ કરોડની ખોટ ભોગવવી પડે છે. તેમણે સરકારના આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2020 06:10 PM IST | Mumbai | Rajendra Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK