કોરોનાનો કહેર : મુંબઈમાં વધુ ત્રણ પોલીસકર્મીઓનું મૃત્યુ, કુલ આંકડો 62

Published: Aug 21, 2020, 13:01 IST | Anurag Kamble | Mumbai

મુંબઈમાં કોવિડ-19ને લીધે મુંબઈમાં પોલીસમાં મૃત્યુનો આંકડો 62 થયો છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 14,647 નવા કેસ નોંધાયા છે અને 326 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 14,647 નવા કેસ નોંધાયા છે અને 326 લોકોના મોત થયા છે.

કોરોનાનો કહેર મુંબઈ પોલીસ (Mumbai Police) ઉપર પણ યથાવત્ છે. માયાનગરીમાં છેલ્લા 24 કલાકમાં COVID-19ને લીધે વધુ ત્રણ પોલીસકર્મીઓનું મૃત્યુ થયુ છે. આમાંથી બે જણ મુલુંડ પોલીસ સ્ટેશનના છે. મુંબઈમાં કોવિડ-19ને લીધે મુંબઈમાં પોલીસમાં મૃત્યુનો આંકડો 62 થયો છે.

ગુરુવારે સવારે મુલુંડ પોલીસ સ્ટેશનના 54 વર્ષિય ઈન્સ્પેક્ટર વિશ્વનાથ થાંબેનું કોરોનાને લીધે નિધન થયું હતું. તે મુલુન્ડ વેસ્ટમાં રહેતા હતા.છેલ્લા ચાર મહિનાથી તે પોલીસ સ્ટેશનમાં એડમિનિસ્ટ્રેશન ચાર્જ સંભાળતા હતા.

પોલીસ સબ-ઈન્સ્પેક્ટર વિનાયક બાબરે પણ ગુરુવારે પોણા ચાર વાગ્યે નેરુલની ડીવાય પાટીલ હૉસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. દિઓનર પોલીસના ફક્ત 35 વર્ષના બાબર 9 ઓગસ્ટે COVID POSITIVE થતા જનરલ વોર્ડમાં એડમિટ થયા હતા. પરંતુ તબિયત વધુ બગડતા બુધવારે તેમને ICU માં ખસેડવામાં આવ્યા હતા.

આ વાઈરસે મુલુંડ પોલીસ સ્ટેશનના 55 વર્ષના કોન્સ્ટેબલ શ્રીકાંત સોનવનેનો પણ ભોગ લીધો છે. છેલ્લા 10 દિવસથી તે થાણેની સફાયર હૉસ્પિટલમાં એડમિટ હતા. અત્યારસુધીમાં 4,500થી પણ વધુ પોલીસકર્મીઓ કોવિડ પોઝીટીવ થયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 14,647 નવા કેસ નોંધાયા છે અને 326 લોકોના મોત થયા છે. જ્યારે 12,243 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 6,43,289 થઈ ગયો છે. તેમાંથી 1,62,806 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 21,359 લોકો મૃત્યુ પામ્યા છે અને 4,59,124 લોકો સારવાર બાદ સાજા થયા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK