Corona Virus Janata Curfew Update: લોકોએ કહ્યું થેંક્યુ, ગુંજ્યો દેશ

Updated: Mar 22, 2020, 19:18 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર દેશ આજે સવારે સાત વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી કર્ફ્યુ પાળી રહ્યો છે ત્યારે મુંબઇ અને દેશની અગત્યની ચહલપહલ પર નજર નાખીએ

આજે મુંબઇ શહેર પણ આખા દેશની માફક લૉક ડાઉનની સ્થિતિમાં જનતા કર્ફ્યુ પાળી રહ્યું છે
આજે મુંબઇ શહેર પણ આખા દેશની માફક લૉક ડાઉનની સ્થિતિમાં જનતા કર્ફ્યુ પાળી રહ્યું છે

17.50 IST

જનતા કર્ફ્યુઃ લોકોએ તાળી, થાળી, હોર્ન, ખંજરી, શંખ વગેરે વગાડ્યાં

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસ સામે સતત લડત આપી રહેલા કર્મચારીઓ, ડૉક્ટર્સ, જાહેર સેવાઓ પુરી પાડનારા દરેકને બિરદાવવા તથા કૃતજ્ઞતા વ્યક્ત કરવા તાળી તથા થાળી વગાડવા અપીલ કરી હતી જેને દેશનાં વિવિધ ખૂણે જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને આખો દેશ એક સાથે જ ગુંજી ઉઠ્યો હતો. 

17.40 IST

વડાપ્રધાનની અપીલને મુંબઇમાં મળ્યો બહોળો પ્રતિસાદ

મુંબઇ સાંજે પાંચ વાગ્યાની આસપાસ થાળીઓ અને તાળીઓનાં નાદથી ગુંજી ઉઠ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસ સામે સતત લડત આપી રહેલા કર્મચારીઓ, ડૉક્ટર્સ, જાહેર સેવાઓ પુરી પાડનારા દરેકને બિરદાવવા તથા કૃતજ્ઞતા વ્યક્ત કરવા તાળી તથા થાળી વગાડવા અપીલ કરી હતી જેને શહેરમાં બહુ જ સારો પ્રતિસાદ મળ્યો.

17.10 IST

ખાનગી હૉસ્પિટલ્સ માટે સૂચિકા બહાર પાડવામાં આવી

મહારાષ્ટ્ર સરકારે શનિવારે ખાનગી હૉસ્પિટલ્સ માટે સૂચિકા બહાર પાડતાં તેને કહ્યું છે કે બધી જ નોન ઇમર્જન્સી સર્વિસિઝને પાછળ ઠેલવી તથા નોવેલ કોરોનાવાઇરસનાં આઉટબ્રેકને ધ્યાનમાં રાખીને આઇસોલેશન વોર્ડ્ઝ તૈયાર રાખવા. માસ્ક્સ, ગ્લવ્ઝ અને પર્સનલ પ્રોટેક્શન કિટ્સ તૈયાર રાખવા માટે પણ હૉસ્પિટલ્સને સૂચના અપાઇ છે. એડવાઇઝરીમાં સ્ટાફને અનિવાર્ય ટ્રેઇનિંગ વિષે પણ કહેવાયું છે તથા જે દર્દીની સ્થિતિ ગંભીર ન હોય તેને હૉસ્પિટલમાં દાખલ ન કરવો તેવી સૂચના પણ છે.


15.55 IST

વાઇરસ સામેની લડતમાં સાવચેતીનાં પગલાં લો- મુખ્યમંત્રી

મહારાષ્ટ્ર હાલમાં કોરોનાવાઇરસનાં રોગચાળાનાં એક અગત્યનાં તબક્કામાં છે તેમ કહેતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી હતી કે વાઇરસ સામેની લડતમાં સાવચેતીનાં પગલાં લેવા જોઇએ. મહારાષ્ટ્રમાં ઇન્ટરિસિટી સર્વિસિઝ તો બંધ રખાશે જ પણ અનિવાર્ય સંજોગોને ખાતર બેસ્ટ બસિઝ ચાલુ રખાશે. મુખ્યમંત્રીએ કહ્યુ ંકે શેર માર્કેટ, બૅંક્સ વગેરે સર્વિસિઝ ચાલુ રહેશે.

15.40 IST

મહારાષ્ટ્ર સરકાર પાંચ ટકા સ્ટાફથી કામ કરશે

સરકારી ઑફિસીઝમાં કામ કરનારા કર્મચારીઓની સંખ્યા હવે માત્ર પાંચ ટકા હશે, આ પહેલાં તે સંખ્યા 25 ટકા પર હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે પોતાના સંબોધનમાં આ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે અગત્યની કામગીરી કરનારા લોકોને જ 31મી માર્ચ સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની છૂટ મળશે.

15.35 IST

ક્વોરેન્ટિનની સ્ટેમ્પ વાળા 15 જણાં એરપોર્ટથી ભાગ્યા

પંદર મુસાફરો જેમને હોમ ક્વોરેન્ટિનની સિક્કો મારવામાં આવ્યો હતો તે રવિવારે દુબઇથી મુંબઇ પહોંચ્યા હતા. આ સિક્કા ધરાવનારાઓ સત્તાધિશોને જાણ કર્યા વિના એરપોર્ટથી ભાગી ગયા પણ ત્યાર બાદ રેલ્વે સ્ટેશન પર ઝડપાઇ ગયા હતા તેવી માહિતી પોલીસે આપી હતી. આ મુસાફરો ટ્રેઇનમાં બેસીને પંજાબ જવાની તૈયારીમાં હતા પરંતુ તેમને સમયસર ઝડપી લેવાયા.

15.30 IST

NCPનાં સાંસદોને શરદપવારે કરી રોકાવાની વિનંતી

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ શરદ પવારે ટ્વટિર દ્વારા વિનંતી કરી કે એનસીપીનાં બધા જ  લોકસભા તથા રાજ્ય સભાનાં બધાં જ સાંસદોએ અત્યારે દિલ્હી જવું તથા સરકારી તંત્રને કોરોનાવાઇરસ સામેની લડતમાં સહાય કરવી. 

 

15.25 IST

આંતરરાષ્ટ્રિય ફ્લાઇટ્સ મુંબઇમાં લેન્ડ નહીં થાય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 144 લાગુ કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ મારી પાસે નથી બચ્યો અને હવે ભારત બહારની એકેય ફ્લાઇટને મુંબઇ એરપોર્ટ પર લેન્ડ નહીં થવા દેવાય. હું લોકોને સોમવાર સવાર સુધી જનતા કર્ફ્યુ અનુસરવાની અપીલ કરું છું.

15. 20 IST

મહારાષ્ટ્રમાં કાલથી ધારા 144 લાગુ કરાશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યને સંબોધન કરતા જણાવ્યું હતું કે આખા રાજ્યમાં આવતી કાલથી ધારા 144 લાગુ કરવામાં આવશે. જાણવા માગો છો કે શું છે કલમ 144 તો આ પણ વાંચો વિગતવાર.

14. 40 IST

31મી માર્ચ સુધી મુંબઇ લોકલ નહીં દોડે

ભારતીય રેલવેના ઇતિહાસમાં પહેલીવાર મુંબઇની લાઇફ લાઇન ગણાતી સબર્બન ટ્રેઇન્સ હવે 31મી તારીખ સુધી થંભાવી દેવાઇ છે. રવિવાર રાતથી આગામી આઠ દિવસ સુધી મુંબઇ લોકલની કામગીરી બંધ કરવામાં આવી છે. વળી ભારતીય રેલ્વેની બધી જ ટ્રેઇન્સ પણ બંધ કરી દેવામાં આવી છે જેથી ટોળે ટોળાં એકઠા થઇને ગામે જવા માટે સ્ટેશનો પર ભીડ ન કરે. માત્ર માલગાડીઓને જ આ નિર્ણયમાંથી બાકાત રખાઇ છે. વિગતવાર અહેવાલ અહીં વાંચો

14.15 IST

24 વર્ષનાં તેલંગણાંના છોકરાને કોરોનાવાઇરસ પૉઝિટીવ

તેલંગણાનાં 24 વર્ષનાં છોકરાનો ટેસ્ટ કોરોનાવાઇરસ પૉઝિટીવ આવ્યો છે. તેલંગણામાં પૉઝિટીવ કેસિઝની સંખ્યા 22 થઇ છે. ગુંતુર જિલ્લા, આંધ્રપ્રદેશનાં રહેવાસીનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે જે દુબઇ થઇને લંડનથી પાછો ફર્યો હોવાની તેની ટ્રાવેલ હિસ્ટરી છે.  હાલમાં તે તેલંગણામાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. 

13.50 IST

જુઆ છે ચર્ચગેટ સ્ટેશનનો અત્યારનો નજારો

આવતા જતાંનું થઇ રહ્યું છે સ્ક્રિનિંગ અને તેમને હેન્ડ સેનિટાઇઝર વાપરવાની ફરજ પણ પડાઇ રહી છે. મુંબઇ છે સાબતું અને સવાચેત કારણકે તે લડી રહ્યુ ંછે કોરોનાવાઇરસનાં કહેર સામે. 

churchgate

13.40 IST

જુઓ આ વીડિયોમાં કે મુંબઇમાં કઇ રીતે પળાઇ રહ્યો છે કર્ફ્યુ

12.50 IST

બેસ્ટની બસો પણ ખાલી

કાંદિવલી સમતા નગર પર જોઇ શકાય છે બેસ્ટની બસ. આ એ બસો છે જેમાં ચઢવાની કે બેસવાની પણ ભારે માથાકુટ હોય છે ત્યારે આજે આ નજારો કાયમી દ્રશ્ય કરતા સાવ અલગ છે. 

BEST

12.30 IST

જુઓ મુંબઇનો હાઇ-વે કેટલો ખાલી છે

મુંબઇનો ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જ્યાં હંમેશા ટ્રાફિકની બુમરાણ મચતી હોય છે તે આજે સાવ ખાલી હતોય

12.15 IST

દેશ પાળી રહ્યો છે જનતા કર્ફ્યુ, બધું ભેંકાર

આજે જનતા કર્ફ્યુ નિમિત્તે લાખો લોકો ઘરમાં રહી રહ્યા છે ત્યારે દેશનાં રસ્તાઓ ભેંકાર લાગતા હતા અને કાળું ચકલું ય ફરકતું ન હોવાને કારણે માહોલ વધુ ગંભીર લાગી રહ્યો હતો. મુંબઇમાં ક્યારેય રસ્તાઓ ખાલી નથી હોતા પણ મુંબઇમાં પણ બધું સાવ ખાલીખમ છે. ચૌદ કલાકનાં જનતા કર્ફ્યુને લોકો બહુ ગંભીરતાથી અનુસરી રહ્યા છે. અનિવાર્ય ચીજોનો વ્યાપાર કરનારા સિવાય કોઇ પણ પોતાનો વ્યાપાર કે કામકાજ નથી કરી રહ્યા. જનતા કર્ફ્યુ રાત્રે 9 વાગે પુર્ણ થશે. 


11.45 IST

મહારાષ્ટ્રમાં કોરોનાવાઇરસ પોઝિટીવનાં કેસિઝની સંખ્યા 74

મહારાષ્ટ્રમાં કોરોનાવાઇરસનાં પોઝિટીવ કેસિઝની સંખ્યા 74 પહોંચી છે અને છેલ્લા 24 કલાકમાં કુલ 10 કેસિઝ નોંધાવાને પગલે આંકડો અહીં પહોંચ્યો છે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર મુંબઇમાં 6 કેસ, પુનામાં 4 કેસિઝ નોંધાયા છે. આજે સવારે મુંબઇમાં એક કોવિડ-19 પોઝિટીવ દર્દીનું મૃત્યુ થયું છે. 

11.00 IST

મુંબઇમાં કોરોના વાઇરસને કારણે થયું વધુ એક મૃત્યુ

63 વર્ષનાં દર્દી જેમને Covid-19નું ઇન્ફેક્શન હતું તથા કસ્તુરબા હૉસ્પિટલમાં જેમની સારવાર ચાલતી હતી તેઓ વાઇરસનો ભોગ બન્યાં છે તથા તેમનું મૃત્યુ થયું છે. મંગળવારે મુંબઇમાં Covid-19ને કારણે પહેલું મૃત્યુ થયુ હતું અને આજે રવિવાર 22 માર્ચનાં રોજ મુંબઇમાં બીજું મૃત્યુ નોંધાયું છે. આ મૃત્યુ સાથે ભારતમાં કોરોનાવાઇરસને લીધે થયેલા મૃત્યુનો આંકડો પાંચ પર પહોંચ્યો છે જેમાં બે મહારાષ્ટ્રમાં તથા દિલ્હી, પંજાબ અને કર્ણાટકમાં એક એક મૃત્યુ થયાં છે. વિગતો માટે આ પણ વાંચો

10.50 IST

ભારતમાં કેસિઝની સંખ્યા 324

ભારતમાં COVID-19નાં કેસિઝની સંખ્યા રવિવાર સવાર સુધીમાં 324 સુધી પહોંચી છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આખા વિશ્વમાં લોકો પોતાના ઘરોમાં બંધ રહી રહ્યા છે. વિશ્વવ્યાપી કોરોનાવાઇરસથી થયેલા મૃત્યુનો આંકડો 13,000 પર પહોંચ્યો છે. ઇટાલીમાં પણ સ્માશાનવત માહોલ છે જ્યાં ફેક્ટરી વગેરે બધું જ બંધ કરી દેવાયું છે. રોગચાળાને કારણે 35 દેશોમાં લૉકડાઉનની સ્થિતિ છે જેને કારણે રોજિંદી જિંદગી જ નહીં પણ ભણતર, મુસાફરીઓ, વ્યાપાર ધંધા બધા પર જ ઘેરી અસર પડી છે.  વૈશ્વિક સ્તરે આ વાઇરસને કારણે થયેલો બહુ મોટી મંદી સાબિત થશે.

10.40 IST

ભારતીય વિદ્યાર્થીઓને ઇટાલીથી લઇને આવતી ફ્લાઇટ પહોંચી દિલ્હી

એર ઇન્ડિયાના સ્પેશ્યલ ફ્લાઇટ જે ભારતીય વિદ્યાર્થીઓને લઇને રોમથી ઉપડી હતી તે 9.15એ દિલ્હી એરપોર્ટ લેન્ડ થઇ હતી અને તેમાં રહેલા 263 વિદ્યાર્થીઓને ITBP છાવલા ક્વોરેન્ટિન ફેસેલિટીમાં લઇ જવાશે. એરપોર્ટ સિક્યોરિટી અને થર્મલ સ્ક્રિનિંગ બાદ તેમને આ ક્વોરેન્ટિન ફેસિલીટીમાં લઇ જવાશે.

10.30 IST

આજે સબર્બન ટ્રેઇન સર્વિસ ઘટાડાશે

જનતા કર્ફ્યુને પગલે મુંબઇ, દિલ્હી, કોલકાતા, ચેન્નઇ અને સિકંદરાબાદમાં સબર્બન ટ્રેઇન સર્વિસ ઘટાડવામાં આવશે તેવી જાહેરાત ભારતીય રેલ્વેના અધિકારીએ શનિવારે કરી હતી. 22મી માર્ચે કેટલી ટ્રેઇન્સ દોડશે તેનો આંકડો જે તે ઝોનલ અધિકારીઓ દ્વારા લેવામાં આવશે જેથી તેઓ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટ્રેઇન્સની ફ્રિકવન્સી અંગે નક્કી કરી શકે. 

10.20 IST

જામિયા મિલીયાનાં વિદ્યાર્થીઓએ અટકાવ્યાં વિરોધ પ્રદર્શન

જામિયા મિલીયા ઇસ્લામિયાનાં વિદ્યાર્થીઓએ સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ્સ વિરોધી પોતાનું પ્રદર્શન હંગામી ધોરણે અટકાવવાની જાહેરાત કરી. આ જાહેરાત જામિયા કોર્ડિનેશન કમિટી દ્વારા કરવામાં આવી હતી જેમાં વર્તમાન તથા પૂર્વ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. આ ગ્રુપ પોલીસનાં કહેવાતા અત્યાચારની સામે સંગઠિત થયું હતું જે 15મી ડિસેમ્બરે ઓન કેમ્પસ આચરવામાં આવ્યો હતો. ગેટ નંબર - 7 પર અમે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તે હાલમાં હંગામી ધોરણે અટકાવવામાં આવે છે તથા પ્રદર્શન કરનારાઓને અપીલ છે કે હાલની પરિસ્થિતને ગંભીરતાથી ગણતરીમાં લે, તેમ જામિયા કો-ઓર્ડિનેશ કમિટીએ જાહેર કરેલા સ્ટેટમેન્ટમાં લખ્યું હતું. 

10.00 IST

મુંબઇના દાદર સ્ટેશનનો સવારનો નજારો 


9.40 IST

રેતશિલ્પકારે આ રીતે મોકલ્યો દેશને સંદેશ

 

9.20 IST

જાહેર વાહન વહેવારનું પ્રમાણ લઘુત્તમ

મુંબઇમાં જાહેર વાહનસેવા એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓછામાં ઓછા પ્રમાણમાં દોડશે. મુંબઇ મેટ્રોઝ બંધ રહેશે, સર્બબન ટ્રેઇન્સનું પ્રમાણ ઘટાડ્યું તથા બેસ્ટની બસિઝ રવિવારનાં ટાઇમ ટેબલ અનુસાર દોડશે.  આ અંગે વિગતવાર જાણવા માટે આ વાંચો. 

9.00 IST

એક જ દિવસમાં મુંબઇમાં કેસિઝની સંખ્યા લગભગ બમણી

શનિવારે સાંજ સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોનાવાઇસનાં કેસિઝની સંખ્યા નોંધનિય રીતે વધી હતી. રાજ્યમાં નવા12 કેસ નોંધાયા હતા જેમાંથી આઠ દર્દી મુંબઇનાં, એક કલ્યાણથી, બે પુના તથા એક યવતમાલનનો કેસ હતો. આમાંથી શહેરનાં છ દર્દીની આંતરરાષ્ટ્રીય ટ્રાવેલની હિસ્ટરી હતી જ્યારે બાકી બે જણાં દિલ્હી અને ગુજરાતથી આવ્યા હતા અને તેઓ કોઇપણ એવી વ્યક્તિનાં સંપર્કમં નહોતા આવ્યા જે વિદેશથી આવી હોય છતાં પણ COVID-19 પૉઝિટીવ બન્યા હતા. 

8.40 IST

કર્ફ્યુની શરૂઆત પહેલાં વડાપ્રધાને કરી આમ જાહેરાત

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK