Corona Virus:તિહાર જેલમાંથી 3000 કેદી પેરોલ પર છોડાય તેવી વકી

Published: Mar 23, 2020, 21:11 IST | Gujarati Mid-day Online Correspondent | Delhi

આ 3000માંથી 1500 કેદી એવા છે જેમને કોર્ટે અલગ અલગ અપરાધોની સજા ફટકારી છે જેમને આગલા 3-4 દિવસમાં પેરોલ કે ફર્લો પર છોડવામાં આવે તેવી શક્યતા છે.

તિહાર સહિતનાં વિવિધ જેલમાં કોરોના વાઇરસ ફેલાવાનું જોખમ જોતાં દિલ્હી સરકાર વિચારી રહી છે કે અમુક કેદીઓને પેરોલ પર છોડવા. આ અંગે મળેલી તાજી માહિતી અનુસાર કોરોના વાઇરસનાં સંક્રમણની અશર જેલ વહીવટ પર પી રહી છે અને દીલ્હી તિહાર જેલ તંત્ર 3000 કેદીઓને છોડવાની તૈયારીમાં છે. આ 3000માંથી 1500 કેદી એવા છે જેમને કોર્ટે અલગ અલગ અપરાધોની સજા ફટકારી છે જેમને આગલા 3-4 દિવસમાં પેરોલ કે ફર્લો પર છોડવામાં આવે તેવી શક્યતા છે.
તિહાર જેલનાં ડીજી સંદીપ ગોયલે કહ્યું કે આગામી 3-4 દિવસમાં આ નિર્ણય પર અમલ કરાશે અને 1500 કેદી જે હજી અંડર ટ્રાયલ છે તેમને ઇન્ટ્રિમ જામીન આપીને છોડી શકાય છે. તેમણે ઉમેર્યું કે આ સાથે જોડાયેલ જરૂરી કાયદાકિય કામગીરીનો અભ્યાસ કરાઇ રહ્યો છે.
તિહાર જેલમાં લગભગ 17500 કેદીઓ છે જઅને કોરોનાની અસર અહીં પણ જોવા મળી રહી છે. તંત્રએ જેલમાં પણ આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે અને અહીં કેદીઓનું તાપમાન ચેક કરાઇ રહ્યું છે. નવા કેદીઓની પણ તપાસ કરાય છે અને તેમને 3 દીવસ માટે અલગ રાખવામાં આવે છે.
દેશમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને પૉઝિટીવ કેસિઝનો આંકડો 500ની આસપાસ પહોંચવામાં છે. દિલ્હીમાં કોરોનાનાં 29 દર્દીઓ છે અને 5ની સારવાર થઇ ચૂકી છે અને 1 મહિલાનો વાઇરસે ભોગ લીધો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK