Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Corona virus: આગ્રામાં છ દર્દીઓ પોઝિટીવ હોવાના સમાચાર

Corona virus: આગ્રામાં છ દર્દીઓ પોઝિટીવ હોવાના સમાચાર

03 March, 2020 07:56 PM IST | Agra
Mumbai

Corona virus: આગ્રામાં છ દર્દીઓ પોઝિટીવ હોવાના સમાચાર

ચીનના વુહાન શહેરમાંથી પ્રસર્યો છે જીવલેણ વાઇરસ

ચીનના વુહાન શહેરમાંથી પ્રસર્યો છે જીવલેણ વાઇરસ


આગ્રાની ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં એઢમિટ થયેલા 13 લોકોની તપાસ કરાઇ હતી. આ તપાસ માટે લેવાયેલા સેમ્પલ્સ લખનૌ મોકલવામાં આવ્યા હતા અને પ્રાપ્ત માહિતી અનુસાર અમુક રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. બધા દર્દીઓને હાલમાં દિલ્હી મોકલવામાં આવ્યા છે અને બાકીનાં સદસ્યોને ઘરે જ આઇસોલેશન કેરમાં રખાયા છે. આ વ્યક્તિઓનાં સંપર્કમાં આવેલા બીજા 15 જણાની પણ તપાસ કરાઇ રહી છે. આ તપાસની ખાતરી થાય તે માટે તમામ સેમ્પલ્સ પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે અને આ તરફ દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગનાં મહાનિદેશક પણ આગ્રા પહોંચ્યા છે. 

આગ્રાના બિઝનેસ કરનારા બે વ્યાપારી ભાઇઓ અને તેમનો પરિવાર ઇટાલી ગયા હતા અને 25મી ફેબ્રુઆરીએ તેઓ ઇટાલીથી પાછા ફર્યા. પાછા ફર્યા બાદ કુટુંબમાં એક જણની શરદી ખાંસી થઇ અને તરત તેની તપાસ કરવામાં આવી ત્યારે કોરોના વાઇરસ હોવાનું બહાર આવ્યું. સોમવારે જ્યારે આ સમાચાર મળ્યા તો બાકીનાં પરિવારનાં સભ્યો પણ તપાસ કરાવવા હૉસ્પિટલ પહોંચી ગયા હતા. કુલ 13 જણાનું સ્ક્રિનિંગ કરાયું અને તેમના સેમ્પલ લેવાયા જે લખનૌ મોકલાયા. મંગળવારે મળેલા રિપોર્ટ અનુસાર તેરમાંથી છ જણને કોરોના વાઇસ પોઝિટીવ હોવાનું બહાર આવ્યું. બે જણાનાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2020 07:56 PM IST | Agra | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK