કોરોના વૅક્સિન : મોદીની રાજ્યોનાં સીએમ સાથે આજે છે મીટિંગ

Published: 24th November, 2020 08:46 IST | Agencies | New Delhi

વેક્સિન માટે વિતરણની રણનીતિ સહિત અન્ય જરૂરી વાતો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે.

કોરોના વૅક્સિન : મોદીની રાજ્યોનાં સીએમ સાથે આજે છે મીટિંગ
કોરોના વૅક્સિન : મોદીની રાજ્યોનાં સીએમ સાથે આજે છે મીટિંગ

દિલ્હી સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં કોરોના વાઇરસનું સંક્રમણ એકવાર ફરીથી જોર પકડી રહ્યું છે. સંક્રમણના જોખમને જોતા જ્યાં દિલ્હીમાં કોરોના વાઇરસ ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે ત્યાં અમુક રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમ્યાન કોરોના વાઇરસ સામે લડવા માટે તૈયાર થઈ રહેલી વેક્સિન માટે પણ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાચાર છે કે વેક્સિન માટે વિતરણની રણનીતિ સહિત અન્ય જરૂરી વાતો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે.
સૂત્રો મુજબ નરેન્દ્ર મોદી મંગળવારે બેક-ટુ-બેક બે તબક્કામાં રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરશે. આમાં પહેલી બેઠક એ આઠ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે થશે જ્યાં કોરોના વાઇરસના કેસ સૌથી વધુ છે. ત્યારબાદ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોના સીએમ સાથે કોરોના વાઇરસના વિતરણની રણનીતિ માટે પીએમ મોદી બેઠક કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK