Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એમ્સ એક્સપર્ટે આપી COVAXINના હ્યૂમન ટ્રાયલના પ્રોટૉકૉલમાં ફેરફારની સલાહ

એમ્સ એક્સપર્ટે આપી COVAXINના હ્યૂમન ટ્રાયલના પ્રોટૉકૉલમાં ફેરફારની સલાહ

07 July, 2020 12:18 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એમ્સ એક્સપર્ટે આપી COVAXINના હ્યૂમન ટ્રાયલના પ્રોટૉકૉલમાં ફેરફારની સલાહ

કોવાક્સિન

કોવાક્સિન


કોરોના વેક્સીન કોવાક્સિનના માનવ પરીક્ષણની શરૂઆત દેશની અનેક સંસ્થાઓમાં થઈ ગઈ છે. આ દરમિયાન એમ્સના રિસર્ચ વિંગના સૂત્રો પ્રમાણે એથિક્સ કમિટીએ આઇસીએમઆર અને સરકારને પ્રોટોકૉલના 11 પોઇન્ટ્સમાં સુધારો કરવાની સલાહ આપી છે. આથી પરીક્ષણ વધારે વ્યાવહારિક અને વૈજ્ઞાનિક બનશે.

કોરોના વેક્સીન કોવાક્સિનના માનવ પરીક્ષણની શરૂઆત દેશના અનેક સંસ્થાનોમાં થઈ ગઈ છે, પણ દિલ્હીમાં એમ્સના વિશેષજ્ઞોના દળે વેક્સીનના માનવ પરીક્ષણ માટે પ્રોટોકૉલમાં ફેરફાર કરવાની વાત કરી છે. એમ્સમાં રિસર્ચ વિંગની એથિક્સ કમિટીએ સેમ્પલ સર્વે માટે બન્ને ચરણમાં 375ની જગ્યા 1125 સ્વસ્થ અને સ્વેચ્છાથી આગળ આવેલા લોકો પર પરીક્ષણ કરવાની હામી છે.



એમ્સના રિસર્ચ વિંગના સૂત્રો પ્રમાણે એથિક્સ કમિટીએ આઇસીએમઆર અને સરકારને પ્રોટૉકૉલના પોઇન્ટમાં સુધારો કરવાની સલાહ આપી છે. આ પરીક્ષણ વધારે વ્યાવહારિક, વૈજ્ઞાનિક અને ચુસ્ત થશે. હાલના પ્રોટોકૉલ પ્રમાણે, આ વેક્સીનનું પરીક્ષણ કોરોના વાયરસ પર અસર, શરીર પર આંતરિક અને બાહ્ય અસર, સાઇડ ઇફેક્ટ, શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પર અસરના સમયનું પરીક્ષણ કરવામાં આવશે.


એમ્સના ઉચ્ચ પદના સૂત્રો પ્રમાણે, આઇસીએમઆર પ્રોટોકૉલ પ્રમાણે પરીક્ષણ ફાસ્ટ ટ્રેક હોવું જોઇએ, પણ આની માટે સેમ્પલ ટારગેટ વધારે હોય તો સટીક પરિણામો આવશે. એમ્સ અને અન્ય સંસ્થાઓની દ્રષ્ટિમાં એ જ ફરક છે કે અમે રિસર્ચને સટીક અને અચૂક નુસ્ખાઓની ઉંચાઇ સુધી લઈ જવા માગીએ છીએ. આ માટે સાવચેતી સહિત પૂર્વ નિયોજન પહેલી શરત છે.

હાલ અત્યારના પ્રોટોકૉલ પ્રમાણે પહેલા ચરણમાં 18થી 55 વર્ષના સ્વસ્થ લોકો પર અને બીજા ચરણમાં 12થી 65 વર્ષની આયુ વર્ગના લોકો પર વેક્સિનનું પરિક્ષણ કરવામાં આવશે. નોંધનીય છે કે કોવાક્સિનને 15 ઑગસ્ટ સુધી લૉન્ચ કરવાની વાત કરવામાં આવી રહી છે.


ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેક અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એટલે કે આઇસીએમઆર તરફથી આ વેક્સીનની લૉન્ચિંગ થવાની છે. વેક્સિનને લઈને આઇસીએમઆરનું કહેવું છે કે વેક્સીનની પ્રીક્લીનિકલ સ્ટડી સફળતાપૂર્વક થઈ ગઈ છે, હવે હ્યૂમન ટ્રાયલના ફેસ 1 અને 2ની શરૂઆત થવાની છે.

7 જુલાઇ એટલે કે આજથી હ્યૂમન ટ્રાલ માટે એનરોલમેન્ટ શરૂ થઈ જશે. ત્યાર બાદ જો બધા ટ્રાયલ યોગ્ય રહ્યા હતા તો આશા છે કે 15 ઑગસ્ટ સુધી કોવાક્સિનની લૉન્ચિંગને લઈને પ્રશ્નો ઉઠ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 12:18 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK