Corona Outbreak: મુંબઈમાં 68 વર્ષના ફિલિપાઈન સિટિઝનનું મૃત્યુ

Updated: Mar 23, 2020, 13:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ફિલિપાઈન સિટિઝનના મૃત્યુની સાથે જ મુંબઈમાં મૃત્યઆંક થયો ત્રણ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19) એ ખરેખર હાહાકાર મચાવ્યો છે. કોરાનાને લીધે મુંબઈમાં ત્રીજી વ્યક્તિનું મૃત્યુ થયું છે. 68 વર્ષીય ફિલિપાઈન સિટિઝનનો શરૂઆતમાં કોરોનાનો ટેસ્ટ પોઝૅટિવ આવ્યા બાદ નેગેટિવ આવ્યો હતો અને રવિવારે રાત્રે મૃત્યુ થયું હતું. તેમને કસ્તુરબા હૉસ્પિટલમાંથી ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જાહેર આરોગ્ય વિભાગે આપેલી માહિતિ મુજબ, ફિલિપાઈન સિટિઝનને કોરોના વાયરસ (COVID-19) ના લક્ષણો સાથે 13 માર્ચે કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ડાયાબિટિઝ અને અસ્થામની તકલીફ હતી. શરૂઆતમાં કોરોનાનો રીપોર્ટ પોઝેટિવ આવતા અહીં સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ બાદમા રીપોર્ટ નેગેટિવ આવતા ખાનગી હૉસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વાયરસના છ નવા કેસ રીપોર્ટ થતા મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા 37 થઈ હતી.

દરમ્યાન મહારાષ્ટ્રમાં કોરોનના કુલ કેસનો આંકડો 89 એ પહોચ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK