કોરોનાની અસર: આજ રાતથી દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ રદ

Updated: Mar 23, 2020, 18:33 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

24 માર્ચ મધરાતથી એકપણ ડૉમેસ્ટિક ફ્લાઈટ નહીં ઉડાડવાનો ભારત સરકારનો નિર્ણય, કાર્ગો ફ્લાઈટ ચાલુ રહેશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

દેશમાં સતત વધતા કોરોનાના કેસને લીધે સરકારે મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે અને આજે એટલે કે 24 માર્ચ મધરાતથી પેસેન્જર વિમાનો (ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ)ની મુસાફરી બંધ કરી છે. દેશના 19 રાજ્યોને લૉકડાઉન કર્યા બાદ હવે વિમાન સેવા પણ બંધ કરાઈ છે.

આઝાદી પછી અનેકવાર એવું બન્યું છે દેશમાં હિલચાલ પર રોક લાગી હોય. પરંતુ આવું પહેલી વાર થયું છે કે સૌ પ્રથમ સરકારે જનતા ક્ફર્યુ લગાડ્યું અને ત્યારબાદ એક પછી એક 19 રાજ્યોને લૉકડાઉન કર્યા છે.

આ પણ વાંચો: કોરોનાની અસર: આજ રાતથી 31 માર્ચ સુધી મુંબઈની લોકલ ટ્રેનો બંધ

આ પહેલાં સરકારે લોકલ ટ્રેન, પ્રિમિયમ ટ્રેમ, પેસેન્જર ટ્રેન, મેટ્રો સેવા, બસ સેવા બધુ જ બંધ કર્યું છે. સરકાર સામે સૌથી મોટો પડકાર એ છે કે 130 લોકોને અઠવાડિયા સુધી ઘરમાં રાકવાના છે!

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK