Corona Outbreak: દસ લાખનું વેન્ટિલેટર ફક્ત 7500 રૂપિયામાં

Published: Mar 26, 2020, 20:20 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વીટર દ્વારા કરી જાહેરાત

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા

કોરોના વાયરસ (COVID-19)ના જે રીતે કેસ વધી રહ્યાં છે તે હિસાબે હાલના સમયમાં સૌથી વધારે જરૂરિયાત વેન્ટિલેટરની છે. અત્યારે ઘણા દેશો વેન્ટિલેટર માટે ઝઝૂમી રહ્યાં છે. ત્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ જાહેરાત કરી છે કે તેઓ દસ લાખનું વેન્ટિલેટર ફક્ત 7500 રૂપિયામાં બનાવશે. કંપનીએ કહ્યું હતું કે, તેમની પાસે બેગ વોલ્વ માસ્ક વેન્ટીલેટર્સના ઓટોમોટેડ વર્ઝનનું પ્રોટોટાઇપ છે. કંપનીને વિશ્વાસ છે કે તેઓ ત્રણ દિવસમાં તેનો પ્રોટોટાઈપ તૈયાર કરી લેશે.

આનંદ મહિન્દ્રાએ આ બાબતે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે એક ICU વેન્ટીલેટર્સ નિર્માતા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ એક જટીલ મશીન છે. જેની કિંમત લગભગ 5 થી 10 લાખ રુપિયા હોય છે. આ ડિવાઈસ એક અંતરિમ લાઇફસેવર છે અને અમારી ટીમે અંદાજ લગાવ્યો છે કે તેની કિંમત 7500 રૂપિયાથી ઓછી હશે.

થોડાક સમય પહેલા હિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રબંધ નિર્દેશક પવન ગોયેન્કાએ માહિતિ આપી હતી કે, તેમની કંપની બે મોટી સરકારી કંપનીઓ સાથે મળીને વેન્ટીલેટર ડિઝાઈનને સરળ કરીને ઉત્પાદન વધારવા કામ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK