કોરોનાની અસર: CBSE બોર્ડની પરીક્ષા 31 માર્ચ સુધી મુલતવી રાખવાનો નિર્ણય

Updated: Mar 19, 2020, 17:51 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને બોર્ડ પરીક્ષાની નવી તારીખો 31 માર્ચ 2020 સુધીમાં જણાવશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસને લીધે અત્યારે દેશમાં જે પરિસ્થિતિ છે તે જોઈને સરકારે સેન્ટ્રલ બોર્ડ ઑફ સૅકેન્ડરી એક્ઝામિનેશન (CBSE) અને જોઈન્ટ એન્ટરન્સ એક્ઝામિનેશન (JEE) 31 માર્ચ 2020 સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. બુધવારે મિનિસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સ ડૅવલપમેન્ટ (એમએચઆરડી) એ જાહેર કરેલા પરિપત્રકમાં પરીક્ષા મુલતવી રાખવાના નિર્ણય અંગે જણાવ્યું હતું.

CBSE ના દસમા અને બારમા ધોરણના પ્રત્યેકના ફક્ત બે જ પેપર બાકી હતા. જ્યારે એપ્રિલ મહિનામાં યોજાનાર JEE-main પરીક્ષાના એડમિટ કાર્ડની પ્રોસેસ ચાલી રહી હતી. પરંતુ આ પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે. તેમજ બધી જ પરીક્ષાઓની મુલ્યાંકન પ્રક્રિયા પણ સ્થગિત કરવામાં આવી છે. 31 માર્ચ પછી પરિસ્થિતિ જોઈને તાન આધારે પરીક્ષાનું નવું સમયપત્રક અને મુલ્યાંકનની જાહેરાત કરવામાં આવશે, તેમ પરિપત્રકમાં જણાવ્યું છે.

એમએચઆરડીના સેક્રેટરી અમિત ખરેએ પરિપત્રકમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ગભરાવવાની જરૂર નથી. વિદ્યાર્થીઓની સલામતી માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તેની પુરેપુરી તકેદારી રાખવામાં આવશે.

બોર્ડે જાહેર કરેલું પરિપત્રક

Circular issued by board

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK