Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોરોના ક્રાઇમ:કોરોનાનો ચેપ કેમ લગાડ્યો? કહીને BFએ GFનું ગળું દબાવ્યું

કોરોના ક્રાઇમ:કોરોનાનો ચેપ કેમ લગાડ્યો? કહીને BFએ GFનું ગળું દબાવ્યું

03 April, 2020 08:12 AM IST | Mumbai Desk

કોરોના ક્રાઇમ:કોરોનાનો ચેપ કેમ લગાડ્યો? કહીને BFએ GFનું ગળું દબાવ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇટલીના સિસિલી પ્રાંતના મેસીના શહેરની હૉસ્પિટલમાં નર્સિંગની નોકરી કરતા ૨૮ વર્ષના યુવાન ઍન્ટોનિયો દ પેસે તેની ૨૭ વર્ષની ડૉક્ટર-ગર્લફ્રેન્ડ લૉરેના ક્વૉરન્ટા પર કોરોના વાઇરસનો ચેપ લગાડવાનો ખોટો આરોપ મૂકીને તેનું ગળું દાબી નાખીને તેની હત્યા કરી હતી. પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોલીસને ફોન કરીને હત્યાનું કારણ જણાવ્યા બાદ ઍન્ટોનિયોએ પોતાના કાંડાની નસ કાપી નાખી હતી. ચોકે તેને મિત્રોએ તબીબી સારવાર અપાવીને બચાવ્યો હતો. પૅથોલૉજિકલ ટેસ્ટ્સમાં બન્નેમાંથી કોઈને કોરોના વાઇરસનું ઇન્ફેક્શન લાગ્યું ન હોવાનું સ્પષ્ટ થયું હતું. લૉરેનાએ થોડા દિવસ પહેલાં પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સના અભાવે ઇટલીના 41 ડૉક્ટરોનાં મૃત્યુ વિશે સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 08:12 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK