(શિવા દેવનાથ)
બોરીવલી, તા. ૧૩
બોરીવલી (ઈસ્ટ)માં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્ક અને કાન્હેરી કેવ્ઝમાં ક્લાસમેટ પર અનેક વાર બળાત્કાર કરી તેને પ્રેગ્નન્ટ કરનારા ૧૬ વર્ષના ટીનેજર સામે ગુનો નોંધ્યા બાદ કસ્તુરબા માર્ગ પોલીસે હવે નૅશનલ પાર્કમાં આવતાં કપલો પર બારીક નજર રાખવાનું અને શંકાસ્પદ જણાય એવાં કપલો સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને પાર્કના અંધારા ખૂણામાં અભદ્ર રીતે બેસતાં ટીનેજરોને પકડીને દંડ કરવામાં આવશે. પોલીસે કહ્યું હતું કે ‘બોરીવલીની એક સ્કૂલમાં ભણતા આ વિદ્યાર્થીને દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે છેલ્લા કેટલાક મહિનાથી સંબંધ હતો. બન્ને જણ નૅશનલ પાર્ક અને કાન્હેરી કેવ્ઝમાં અવારનવાર મળતાં હતાં. તેમની વચ્ચેના શારીરિક સંબંધને કારણે છોકરી પ્રેગ્નન્ટ થઈ હતી.’
સોમવારે પોલીસ-સ્ટેશનમાં ક્રિસ્ટલ હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે એક માતા તેની પુત્રીને લઈ ગર્ભપાત કરાવવા આવી છે. છોકરીના પેટમાં પાંચ મહિનાનો ગર્ભ છે. પોલીસે તરત હૉસ્પિટલમાં જઈને ૧૬ વર્ષના કિશોર સામે બળાત્કારનો શનિવારે ગુનો નોંધી ગઈ કાલે તેની ધરપકડ કરી હતી. પોલીસ-તપાસમાં જાણવા મળ્યું હતું કે ‘એક મિત્રની બર્થ-ડે પાર્ટીમાં બન્ને મળ્યાં હતાં. બન્ને વચ્ચે પ્રેમ થતાં તેઓ એકબીજાને મળતાં રહેતાં હતાં. નૅશનલ પાર્કમાં તેઓ રૂમ પણ ભાડે રાખીને એકમેકનું સાંનિધ્ય માણતાં હતાં. છોકરી પ્રેગ્નન્ટ થતાં તેમનાં માતા-પિતાને જાણ થઈ હતી. છોકરીને ગર્ભપાત કરાવવાનો નિર્ણય તેમણે લીધો હતો, પણ છોકરાના પિતાએ આ માટેનો ખર્ચ ન આપતાં છોકરીની માતા તેને સરકારી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી.’
કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર ઠાકુરે કહ્યું હતું કે અમે નૅશનલ પાર્કમાં આવતાં સગીર વયનાં કપલો પર ખાસ ધ્યાન રાખીશું.
30 જુલાઇએ રિલીઝ થશે ગંગુબાઈ કાઠિયાવાડી,પોસ્ટરમાં આલિયા ભટ્ટનો દળદાર લૂક
24th February, 2021 15:30 ISTસીબીઆઇના અધિકારીઓએ અભિષેકની પત્નીની સવા કલાક સુધી પૂછપરછ કરી
24th February, 2021 10:31 ISTગોવર્ધન પર્વતને પણ વેચી નાખશે બીજેપી સરકાર : પ્રિયંકા ગાંધી
24th February, 2021 10:31 ISTબે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
24th February, 2021 10:31 IST