ભારત-સાઉદી વચ્ચે આતંકવાદ વિરુદ્ધ, વ્યુહાત્મક મુદ્દે સહયોગ અભૂતપૂર્વ: મોદી

Published: Oct 31, 2019, 14:18 IST | રિયાધ

ભારત-સાઉદી વચ્ચે આતંકવાદ વિરુદ્ધ, વ્યુહાત્મક મુદ્દે સહયોગ અભૂતપૂર્વ: મોદી

રિયાધમાં સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ ઍગ્રીમેન્ટ સાઇન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન. તસવીર : પી.ટી.આઇ.
રિયાધમાં સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ ઍગ્રીમેન્ટ સાઇન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન. તસવીર : પી.ટી.આઇ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાઉદી અરબમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયએટિવ ફૉરમ (એફઆઇઆઇ)ને સંબોધન કર્યું હતું. તેમણે સાઉદીને એવો મિત્ર ગણાવ્યો જે રેતીને સોનામાં બદલી શકવાની ક્ષમતા ધરાવે છે. સાઉદીના રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા આવવાનું આમંત્રણ આપતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે અમારા અનેક સ્ટાર્ટઅપ્સ વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષિત કરવા લાગ્યા છે. ફૂડ ડિલિવરીથી લઈને પ્રવાસન અને હૉસ્પિટાલિટીના ક્ષેત્રમાં પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન કરી રહ્યા છે. હું સાઉદીના રોકાણકારોને અમારા સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમમાં રોકાણ કરવા અનુરોધ કરું છું. મારો દાવો છે કે ભારતીય સ્ટાર્ટઅપ તમને સૌથી વધુ વળતર આપશે.

સાઉદી અરબ ૧૦૦ બિલ્યન ડૉલરનું ભારતમાં રોકાણ કરશે. વિશ્વનો સૌથી મોટો ખનિજ તેલ નિકાસકાર દેશ ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં ૧૦૦ બિલ્યન ડૉલરનું રોકાણ કરવા માગે છે. સાઉદી અરબ ભારતમાં પેટ્રોકેમિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાણકામ સહિતનાં અનેક ક્ષેત્રે ભારતમાં વિશાળ તકો શોધી રહ્યું છે.

બન્ને દેશ પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા માટે ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રૅટેજિક કાઉન્સિલ બનાવવામાં આવશે જે બન્ને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારી પર કામ કરશે. સાઉદી અરેબિયા ચોથો દેશ છે જેની સાથે ભારતે આ કરાર કર્યો છે.

મોદીએ વૈશ્વિક વ્યાપારને પ્રભાવિત કરતા પાંચ ટ્રેન્ડ્‌સ વિશે પણ જણાવ્યું હતું. આજે ભારતમાં અમે વિકાસને વેગ આપવા ઇચ્છીએ છીએ ત્યારે આપણે ઊભરી રહેલા ટ્રેન્ડ્‌સને સમજવું પડશે. સૌપ્રથમ ટ્રેન્ડ ટેક્નૉલૉજીનો અને ઇનોવેશનનો પ્રભાવ છે. બીજો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મહત્ત્વતા, ત્રીજો હ્યુમન રિસોર્સ અને ફ્યુચર ઑફ વર્કમાં થઈ રહેલા બદલાવનો છે. ચોથો ટ્રેન્ડ પર્યાવરણ પ્રત્યે સહાનુભૂતિ અને પાંચમો બિઝનેસ ફ્રેન્ડ્લી ગવર્નન્સનો છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં અમે ટેક્નૉલૉજી અને ઇનોવેશનને પ્રમોટ કરવા માટે ઘણું કામ કર્યું છે. વિશ્વમાં વર્તમાન સમયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્ત્વ વધી રહ્યું છે. દુનિયામાં સૌથી વધુ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસશીલ દેશમાં છે. વ્યાપારમાં વૃદ્ધિ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશ્યક છે. ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની ગતિ અને વ્યાપ વધાર્યો છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૃદ્ધિ બે અંકમાં રહેશે અને એની ક્ષમતા પર કોઈ અસર પડવાની સંભાવના નથી. આને લીધે રોકાણકારોને પણ સારું વળતર મળી શકશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK