અવકાશમાં બનાવવામાં આવ્યાં કુકીઝ, ચૉકલેટ અને ચિપ્સ

Published: Jan 26, 2020, 09:28 IST | Mumbai Desk

અવકાશમાં રાંધવાના આ પ્રથમ પ્રયોગમાં બેકિંગ માટે ધરતી પર લાગતા સમય કરતાં બે કલાક વધારે લાગ્યા હતા. એ કુકીઝને ધરતી પર મોકલવામાં આવી છે.

ઇટલીની અવકાશયાત્રી લુસા પરમિતાનોએ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં કુકીઝ, ચૉકલેટ અને ચિપ્સ બનાવ્યાં હતાં. ઝીરો ગ્રેવિટીમાં કામ કરતા સ્પેશ્યલ આઇએસએસ અવનમાં લુસાએ ખાદ્ય પદાર્થો બનાવ્યા હતા. હિલ્ટન હોટેલે આપેલા રૉ ફૂડ મટીરિયલમાં બિસ્કિટ અને કુકીઝ માટે મસાલો ભેળવેલા લોટના લૂવા-ગોયણા પણ હતા. એ ગોયણાનું બેકિંગ કરીને પાંચ કુકીઝ બનાવી હતી. અવકાશમાં રાંધવાના આ પ્રથમ પ્રયોગમાં બેકિંગ માટે ધરતી પર લાગતા સમય કરતાં બે કલાક વધારે લાગ્યા હતા. એ કુકીઝને ધરતી પર મોકલવામાં આવી છે. હાલમાં એ કુકીઝ હ્યુસ્ટનની ફ્રોઝન લૅબોરેટરીમાં સ્પેસએક્સ કૅપ્સ્યૂલ રૂપે પર્સનલ બેકિંગ પાઉચમાં રાખવામાં આવી છે. પહેલી કુકી બેક કરવામાં પચીસ મિનિટ લાગી હતી. ૩૦૦ ફેરનહાઇટ ગરમીમાં એ કૂકીને બેક કરવામાં આવી હતી, પરંતુ એ બરાબર શેકાઈ નહોતી. બીજી અને ત્રીજી કુકી બનાવવામાં બમણો સમય લીધો છતાં પર્ફેક્ટ બેકિંગ થયું નહોતું. એ ત્રણની સરખામણીમાં ચોથી અને પાંચની કુકી સારી રીતે શેકાઈ હતી. એકંદરે એ કામમાં બે કલાક લાગ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK