ગુજરાતી પ્રવાસીનો જીવ બચાવનાર હવાલદારનું ગૃહપ્રધાને સન્માન કર્યું

Published: 4th January, 2021 10:48 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

અન્ય એક પ્રવાસીનો જીવ રેલવે-પોલીસે બચાવ્યો

ગૃહપ્રધાન અનિલ દેશમુખના હસ્તે પોલીસ-કૉન્સ્ટેબલ એસ. બી. નિકમને સન્માનિત કરવામાં આવ્યો હતો
ગૃહપ્રધાન અનિલ દેશમુખના હસ્તે પોલીસ-કૉન્સ્ટેબલ એસ. બી. નિકમને સન્માનિત કરવામાં આવ્યો હતો

દહિસર રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટમાં આવતાં બચી ગયેલા ગુજરાતી ગણપત સોલંકીનો જીવ બચાવનાર રેલવેના પોલીસ હવાલદાર એસ. બી. નિકમનું ગઈ કાલે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે સન્માન કર્યું હતું.

દહિસર રેલવે-સ્ટેશને ૧ જાન્યુઆરીએ ૬૦ વર્ષના દહિસર-ઈસ્ટના નંદનવનના ગોપાલ બિલ્ડિંગની ‘બી’ વિન્ગમાં ચોથા માળે રહેતા ગુજરાતી ગણપત સોલંકી દહિસરથી ખાર જવા માટે પ્લૅટફૉર્મ નંબર-ચાર પર ઊભા હતા, પરંતુ પ્લૅટફૉર્મ નંબર-બે પર સ્લો ટ્રેન આવી રહી હોવાથી એ પકડવાના ચક્કરમાં રેલવે-બ્રિજનો ઉપયોગ કરવાને બદલે પ્લૅટફૉર્મ નંબર-ચાર પરથી ટ્રૅક પર ઊતરીને પ્લૅટફૉર્મ નંબર-બે તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રૅક પર તેમનું શૂઝ પગમાંથી નીકળી જતાં તેઓ એને પાછું પહેરીને ટ્રૅક પરથી પ્લૅટફૉર્મ પર ચડવા જતા હતા ત્યારે ત્રણ નંબર પરથી પસાર થતી વિરાર લોકલ ટ્રેનની અડફેટમાં આવતાં રેલવે-કૉન્સ્ટેબલની સમયસૂચકતાને લીધે બચી ગયા હતા. જોકે ગણપત સોલંકીની આ જીવલેણ બની શકે એવી ભૂલને લીધે ગુસ્સે ભરાયેલા હવાલદારે તેમને એક લાફો માર્યો હતો. આ બાબતે ગઈ કાલે સન્માન-સમારોહમાં અનિલ દેશમુખે કહ્યું હતું કે ‘તમારે એકને બદલે વધારે લાફા મારવા જોઈતા હતા.’

આ પણ વાંચો: મોતથી એક જ સેકન્ડનું છેટું હતું અને...ફરિશ્તો બન્યો પોલીસ

અન્ય એક પ્રવાસીનો જીવ રેલવે-પોલીસે બચાવ્યો

દહિસર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ ક્રમાંક-૧ પર એક પ્રવાસીએ દહિસરથી બોરીવલીની દિશામાં જતી ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કરતાં બૅલૅન્સ ગુમાવ્યું હતું અને તે પડ્યો હતો, જેથી લોકલ ટ્રેન અને પ્લૅટફૉર્મના ગૅપ વચ્ચે ખેંચાઈને પડવાનો હતો ત્યારે દહિસર પોલીસ-સ્ટેશનના પોલીસ સિપાઈ યોગેશ રત્નકાંત હિરેમઠેએ સતર્કતા દેખાડીને સમયસર પ્રવાસીને બહારની બાજુએ ખેંચી લેતાં તેનો જીવ બચી ગયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK