કૉન્ગ્રેસના સંસદસભ્ય વિજય દર્ડાને ઠગ ૩૪ લાખ રૂપિયામાં બનાવી ગયો

Published: 20th October, 2012 03:10 IST

થોડા સમય પહેલાં કોલસા કૌભાંડમાં જેમનું નામ ઊછળ્યું હતું તે કૉન્ગ્રેસના રાજ્યસભાના સભ્ય વિજય દર્ડા પાસેથી એક ઠગ ૩૪ લાખ રૂપિયા પડાવી ગયો હતો.

આ ઠગે પોતે ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગમ્બર કામત હોવાનું જણાવીને તેમની સાથે છેતરપિંડી કરી હતી. બાદમાં જોકે પોલીસે આ ઠગને ગઈ કાલે સોલાપુરમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળાસાહેબ પાટીલ નામના આ ઠગે ગઈ નવમી ઑક્ટોબરે દિલ્હીમાં દર્ડાને ફોન કરીને હરિયાણાના રાજકારણીને નાણાંની જરૂર હોવાથી ૩૪ લાખ રૂપિયા આપવા વિનંતી કરી હતી. ઠગે ૧૫ ઑક્ટોબરે રકમ પાછી આપી દેવાનું વચન આપ્યું હતું. એ પછી દર્ડા પુણે પરત ફર્યા હતા. ઠગે ફરી તેમને ફોન કર્યો હતો. એ પછી દર્ડાએ પુણેમાં ઠગે મોકલેલા માણસને રૂપિયા આપી દીધા હતા. એ પછી ૧૫ ઑક્ટોબરે નાણાં પરત નહીં આવતાં વિજય દર્ડાએ ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના જ નેતા કામતને ફોન કર્યો હતો. ચોંકેલા કામતે પોતે આવી કોઈ રકમ માગી હોવાનો ઇનકાર કર્યો હતો. હકીકતની જાણ થતાં દર્ડાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK